અઘોર કુકર્મ ભાગ-૨
અઘોર કુકર્મ ભાગ-૨


સારા એ જોયું તો ધારા બેભાન પડી છે એણે એનાં મોં પરથી રૂમાલ દૂર કર્યો. ધારા ને ગુપ્ત ભાગમાંથી લોહી નિકળતું હતું. સારા ધારા ને ઉંચકીને આઉટ હાઉસમાં લઈ ગઈ અને પલંગમાં સુવડાવી. મનીષાને ફોન કરી રડતાં રડતાં જલ્દી આવી જવા કહ્યું. મનીષા એ રજનીને કાનમાં કહ્યું અને એ બંને ઘરે આવ્યા. અને ધારાની હાલત જોઈને મનીષા સમજી ગઈ, અને સારા એ બધી વાત કરી. એણે એનાં જેઠને ફોન કર્યો અને પોલિસ સ્ટેશન જવું છું કહ્યું એજ એની ભૂલ.
મનીષા એ કેતનને બે લાફા મારી દીધાં એટલે કેતને ગુસ્સો કરી ફુલદાની છુટ્ટી ફેંકી જે મનીષાના કપાળમાં વાગી. અને પોતાના પિતાને તાત્કાલિક ઘરે આવવાનું કહ્યું. મનીષા પોલીસ સ્ટેશન જાય એ પહેલાં જ એનાં જેઠ સતીષભાઈ આવી ગયા અને બધું જાણીને એમણે રજની અને મનીષાને ચૂપ રહેવા ધમકી આપી કે જો હોબાળો કર્યો છે તો ખોટા આરોપસર હું તમને બધાને જેલમાં મોકલી દઈશ. અને ધારાને એક ખાનગી દવાખાનામાં દાખલ કરીને સારવાર ચાલુ કરાવી દીધી અને બધા સબૂતો મિટાવી દીધા. અને લાગવગ અને ઓળખણનો ઉપયોગ કરીને તાત્કાલિક કેતનને વિદેશ મોકલી દીધો.
આ બાજુ મનીષા ન્યાયની લડત માટે મક્કમ હતી તો રજનીને સતીષભાઈ એ પોલીસ સ્ટેશન લઈ જઈ ને ચોરીના આરોપસર મૂઠ માર મરાવ્યો. અને પછી પોતે ભૂલ થઈ ગઈ કહીને છોડાવી લાવ્યા અને કહ્યું કે જો આ તો ટ્રેલર હતું. જો મારી કે કેતન વિરુદ્ધ ફરિયાદ કરી કે કોઈને કહ્યું આ વિશે તો ક્યાંકના નહીં રહો અને કાયમ માટે ખોવાઈ જશો. મનીષા એકલી ઝઝુમી પણ એને સીડીમાંથી ધક્કો મારી પાડી અને દવાખાને લઈ જઈને દાખલ કરી દીધી હવે એ નિઃસહાય થઈ ગઈ.
એણે એક દિવસ ચોરીછૂપીથી પોતાની મોટી બહેન મીતાને ફોન કરી જાણ કરી દવાખાને બલાવી. અને પછી મીતા અને મનીષા બહું રડયાં. મીતા પણ લાચાર હતી. એ જાણતી હતી સતીષભાઈ ને કે એમની સામે પડવાનો કેવો અંજામ આવે તો હવે અવાજ કેમ ઉઠાવવો ? ધારાને સારું થયું અને મનીષાને પણ. મનીષાના પગે પાટો હોવાથી એને ચાલવામાં કોઈ નો સહારો લેવો પડે. સતીષભાઈ એ ઘરે લઈ જઈને બધાંને ફરી ખુબ જ ધમકાવ્યા અને ટેમ્પો ભાડે કરી સામાન સાથે ગામડે મોકલી દીધા. મનીષા ભગવાનને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ તુંજ હવે ન્યાય કર. અભણ ગુનેગાર હોય તો એને સજા મળે પણ ભણેલાં ગણેલા અને રૂપિયા વાળાની લાગવગના લીધે આવાં તો કંઈક કેટલાય કિસ્સા દબાવી દેવામાં આવે છે.
હાલ તો ધારા સૂનમૂન થઈ ગઈ છે એકદમ પથ્થરની મૂરત બની ગઈ છે એનું બચપણ છીનવાઈ ગયું. સારા પણ દિગ્મૂઢ થઈ ગઈ છે. રજની તો કશું જ બોલતો નથી અને ચૂપચાપ રહે છે અને મનીષાની માનસિક સ્થિતિ બગડી ગઈ છે. આજે એક હસતો રમતો પરિવાર બરબાદ થઈ ગયો. આવાં અઘોર કુકર્મ કરનાર કૂળદિપક કરતાં ના હોય સંતાનો કે વંશ વારસ તો સારું. ભગવાન ન્યાય આપે. આ વાત મેં મારા પરિવારમાં કરી અને મારા દિકરા જીનલે કહ્યું કે 'તું એમનું એડ્રેસ મંગાવ આપણે એક સમાજસેવાવાળા સાથે ઓળખાણ છે તો કંઈક મદદરૂપ થવાય. હું ચાર પાંચ દિવસથી મીતાને ફોન કરતી હતી પણ ફોન લાગતો ન હતો અને એનો કોઈ મેસેજ પણ ન હતો. આજે સવારે ફરી મેં ટ્રાય કર્યો રીંગ વાગી પણ એણે ના ઉપાડ્યો અને કલાક પછી મીતાનો ફોન આવ્યો કે મનીષા એ બે છોકરીઓ ને ખેતરમાં છાંટવાની દવા પીવડાવી અને બન્ને પતિ-પત્ની પણ દવા પી સૂઈ ગયા કોઈ ના બચ્યું.
કેટલી માનસિક યાતના સહન કરી હશે અને કોઈ આરો કે રસ્તો ના દેખાતાં આ પગલું ભર્યું હશે. ભગવાનને પ્રાર્થના કરું છું કે એ ચારેયના આત્માને શાંતિ આપે. અને ન્યાય જલ્દી આપ ભગવાન એવી પ્રાર્થના કરું છું. અને તમે બધા પણ પ્રાથના કરો કે કુદરતનો ન્યાય જલ્દી મળે અને એ ચારેયના આત્માને શાંતિ મળે.