Nency Agravat

Romance

4.0  

Nency Agravat

Romance

અદ્રશ્ય દિવાલ

અદ્રશ્ય દિવાલ

2 mins
214


    રાત્રે ઊંઘ ન આવવાનું કારણ કદાચ કાલના પ્રસંગે એનું આગમન પણ હતું. કેટલાય લોકો ભેગા થયા પણ મારી આંખોની ચકળવકળતા નીચી નજરે જ હતી. અગાઉ મળેલા બીકણ, ડરપોક જેવા ઉપનામ આજે હું યથાર્થ કરતો હતો અને એની સાથે મૂંઝાતું મન પણ હતું. ક્યારેય નહીં મળીએ એ નક્કી કરેલું પણ અનાયાસે આવી મુલાકાત થશે એ નહતું ધાર્યું. એટલે જ આજે આંખો ઉપર ગુસ્સો આવતો હતો કે, બસ ક્યાંય એ ના દેખાય, પણ આંખ કહો, નયન કે લોચન જે કહો તે એને વિશ્વાસઘાત કરી જ લીધો. અને એનાથી છાનો રહેવાનો મારો ઈરાદો એ નયને જાહેર કરી દીધો. ભૂલથી જોવાઈ જશે તો મોં ફેરવી લઈશ એ ઠાનીને આવેલો પણ જાણે ગુંદર લઈ આવેલી મારી નજર એની એ નશીલી આંખોને જોઈ ચીપકી જ ગઈ. આ ચાર આંખો મળી કેટલુંય બોલી ગઈ પણ કેમ જાણે એક અદ્રશ્ય દીવાલ સંવેદનાના તરંગોને આરપાર પસાર થવા જ દેતા નહતા. એની આંખો ઉપર કરેલી કાજળની લાંબી લાઈન એટલી જ લાંબી હતી જેવી પહેલી મુલાકાતમાં મેં જોઈ હતી. આજે પણ એ ડ્રેસને મેચિંગ રંગથી એના નયનોને સજાવટ કરવાની એની આદત ગઈ નહતી. પણ એ નયનમાં ભરેલું નીર, વેધક તીરની જેમ ખૂંચતુ હતું, અને પૂછતું પણ હતું કે શા માટે ? અને મારી આંખોના એ બેરંગ પાણીએ એટલું જ કહ્યું, ' તું ય ખરાબ નહતી ને હું પણ નહીં, કદાચ સંજોગો ખરાબ હશે.' અને એ મારા જવાબને સાંભળ્યા ના સાંભળ્યા એની ઊંચકાયેલી પલકો ઢળીને નજરો ફરી ગઈ. આજે કંઈક ખૂટતું હતું એ બહુ ખૂંચ્યું..! આજે હું ગૌણ અને મુખ્ય કોઈ બીજું હતું. એની પાસે તો વૉટરપ્રુફ મેકઅપ હતો તો એ બધું છૂપાવી ગઈ અને મારી પાસે કોઈ વિકલ્પ ના બચ્યો તો હવાના કણને દોસ્ત બનાવી દુશ્મન ઠેરવી દીધો, અને કાઢી નાખ્યો. ફરી નજરો છૂપાવતા છૂપાવતા એ નયનને કોઈ અદ્રશ્ય દીવાલે રોકી લઈ દૂર લઈ જવામાં ભલાઈ સમજાવી દીધી.

" જેના માટે,

  એક સમયે જે નયન તરસતાં હતાં,

આજે એ જ નયન એના માટે નીતરતાં રહ્યાં !"


Rate this content
Log in

Similar gujarati story from Romance