Minaxi Rathod "ઝીલ"

Drama Crime Inspirational thriller

3  

Minaxi Rathod "ઝીલ"

Drama Crime Inspirational thriller

અબુધ - 3

અબુધ - 3

4 mins
236


આગળના ભાગમાં આપણે જોયું કે તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવી અને પોલીસ કાર્યવાહી શરૂ થઈ.

  ન્યૂઝપેપરમાં પણ તેના ફોટા સાથે સમાચાર આપી દેવામાં આવ્યા. ગુનેગારને શોધવા પોલીસે સીસીટીવી કેમેરાની મદદ લીધી તેને ગાડીના કાચમાંથી બહાર કોના તરફ ઈશારો કર્યો હતો ?

હવે આગળ...

    ગાડીમાંથી મહિલા કોન્સ્ટેબલ અને બે મહિલા પોલીસ કર્મચારી સહિત ત્રણ જણ ઉતર્યા અને અંદર ગયા. તેમણે સુજાતાબહેન ને સીસીટીવીમાંથી થોડી બાતમી મળી હતી. તેના માટે તેઓ તે સ્ત્રીને મળવા માગતા હતા. તેમ જણાવ્યું. તેને ઓફિસમાં લાવવામાં આવી પોલીસે તેને ઘણા સવાલ કર્યા પણ તે કોઈ જવાબ આપવા સક્ષમ જ ન હતી. તો પોલીસે તેને તેની સાથે લાવેલ થોડા ફોટોગ્રાફ્સ બતાવવાનું વિચાર્યું.

તેમણે એક પછી એક ફોટા તેની સામે મૂકવા માંડ્યા પણ તેના ચહેરા પર કોઈ પ્રકારના ભાવનો ફેરફાર દેખાતો ન હતો. અંતે એક છેલ્લો ફોટો તેની આગળ મૂકાયો અને એ ફોટો જોતા જ તેણે હાથમાં લઈ દૂર ફેંકી દીધો અને ડરી ગયેલી એ ત્યાંથી ઊભી થઈ થર થર ધ્રૂજવા લાગી અને દરવાજા બહાર નીકળી ગઈ. પોલીસે ફોટાના આધારે શોધખોળ શરૂ કરી. એ ફોટો એણે જે દિશામાં આંગળી ચિંધી હતી તે ચ્હાની લારી પર ચ્હા પીતા એક વ્યક્તિનો હતો.

તમામ પોલીસ સ્ટેશનમાં તે ફોટો મોકલી આપવામાં આવ્યો. હવે પોલીસ તે ચહેરા પાછળ જ હતી જો એ ચહેરો મળે તો આ સમગ્ર ઘટનાનો તાગ ઉકેલી શકાય એમ હતું.

એક દિવસ પોલીસ સ્ટેશનમાં ફોન આવ્યો કોઈએ બાતમી આપી હતી કે તેમને જે ફોટાવાળા વ્યક્તિની શોધ હતી તે અહીં ચ્હાની લારી પર બેઠો હતો.

પોલીસ તેણે સૂચવેલ જગ્યાએ પહોંચી ગઈ અને તેને પકડી પાડ્યો. એને લાવી લોકઅપમાં પૂરી દીધો હવે તેમને સમજાયું કે તે દિવસે એ સ્ત્રી ચ્હાની લારી તરફ કેમ ઈશારો કરી રહી હતી.

લોકઅપમાં પૂરાયેલા વ્યક્તિની પૂછતાછ શરૂ કરવામાં આવી પહેલા તો તેણે કંઈ કહેવાનો ઇનકાર કર્યો, પણ પોલીસના મારથી ભાંગી પડેલા તેણે કબૂલ્યું કે આ ગુનો તેમણે કર્યો હતો. અને એમાં એ એકલો નથી એના બીજા ત્રણ સાથીદાર પણ એમાં શામેલ હતા.

પોલીસે એ ત્રણની પણ ધરપકડ કરી અને એમને પણ લોકઅપમાં પૂર્યા તેમણે કબૂલ્યું કે તેઓ રોજ ચ્હાની લારી પર ચ્હા પીવા જતા હતા અને ખાસ કરીને રોજ ત્યાં તેને આંટા મારતી જોતા. અને તેઓ રાત્રે તેને ખવડાવવાના બહાને અવારનવાર બહાર દૂર લઈ જતા, અને પછી અહિં છોડી જતા. તે બોલી શકતી નહતી મૂંગી હતી. અને તેમણે જે રાતે તેમની સાથે જવાની આનાકાની કરી તે દિવસે અમે તેની સાથે મારઝૂડ કરીને તેને ત્યાં જ છોડી જતાં રહ્યાં હતાં. તેમની કબૂલાત બાદ પોલીસ દ્વારા આ અધમ કૃત્ય કરવા બદલ તેમને આકરામાં આકરી સજા કરવા કોર્ટમાં કેસ દાખલ કરાયો. અને એ સ્ત્રીના ઘરબારની શોધ ચાલુજ હતી.

બીજી તરફ તે સ્ત્રીની માનસિક સ્થિતિ સાથે શારિરીક સ્થિતી ખુબ જ કથળતી જતી હતી તેને દુનિયાનું કંઈ ભાન જ ન હતું આ ઘટનાએ તેને એ જગ્યાએ લાવીને છોડી દીધી કે જીવતી છતાં મડદા સમાન જ હતી.

નવ મહિના પૂરા થવામાં જ હતા અને અચાનક એક રાતે તેને પેઈન થયું અને દવાખાને લઈ જવામાં આવી. સુજાતાબહેન અને અન્ય બહેનો તેની સાથે જ હતા. ડોક્ટરના કહેવા પ્રમાણે ડિલિવરીમાં વાર થાય તેમ હતું. સવાર સુધી બધા રાહ જોઈ રહ્યા હતા. તેવામાં ડોકટરે આવીને સમાચાર આપ્યા કે નોર્મલ ડિલિવરી થઈ છે તેને દીકરી જન્મી છે. આપ બધા તેને જોઈ શકો છો.

સુજાતાબહેન અંદર ગયા અને તેમણે જોયું તો એ એકીટસે તેની નવજાત દીકરી ને વ્હાલથી જોઈ રહી હતી તેની આંખોમાં એક ચમક હતી. તે સુજાતાબહેન અંદર આવેલા જોઈ એકદમ ડરી ગઈ અને તેની વહાલસોઈ દીકરીને છાતીસરસી ચાંપી સુજાતાબહેન સામે એકધારી તાકી રહી.

સુજાતાબહેન તેને સજળ નયને તાકી રહ્યા હતા. તે મનમાં વિચારી રહ્યા હતા કે શું સ્ત્રી તારી આજ કહાની ? દરેક સ્ત્રીના જીવનમાં કેટલાં વળાંક હોય છે, કહીએ તો ઉતાર-ચઢાવ એક દીકરી તરીકે, પત્ની તરીકે, મા તરીકે, વહુ તરીકે આ સિવાય કેટલાંય સામાજિક સંબંધ એને ન ગમતા હોય તો પણ જાણે પરાણે નિભાવવા પડતાં હોય છે. એમાં ઘણી સ્ત્રીઓના જીવનામાં તો કેટલાય અત્યાચાર, વેદના હોવા છતાં સમાજ કે સગાના ડરે એ મૂંગી ન હોવા છતાં મૂંગી બની વેદના સહે છે. ઘણીવાર એવી પરિસ્થિતિ ઊભી થતી હશે કે એ મોટેથી રડી પણ ન શકે અને મૂંગા ડૂસકાં, અને સિસકારા ભરતી હશે.

સુજાતાબહેને એ સ્ત્રીનો અવાજ તો કદી સાંભળ્યો નહોતો પણ તેની દીકરીનું તીણું રુદન સાંભળ્યું. અને હાથ જોડી આકાશ સામે જોઈ રહ્યા અને બીજી દીકરી ને જાણે તેમના જીવન જ્યોત નારી સંરક્ષણ ગૃહમાં આવકારી રહ્યા હતા. અને ભગવાનને વિનવતા હોય એમ આ કુમળી કળીનો શો દોષ ?

સમાપ્ત.


Rate this content
Log in

Similar gujarati story from Drama