nayana Shah

Romance

4  

nayana Shah

Romance

આવતીકાલ

આવતીકાલ

3 mins
453


"ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે ? "

રામાયણની ખૂબ જાણીતી પંકિત. પરંતુ જયારે જયારે હું આ પંક્તિ વાંચુ ત્યારે મને ભક્તિ તથા રૂદ્રની યાદ આવતી. ભક્તિ અને રૂદ્ર નાનપણથી જોડે જ રમતાં. એક જ શાળામાં અભ્યાસ કરતાં. પરંતુ રૂદ્રના ઘરનાની સ્થિતિ દિવસે દિવસે સુધરતી જતી હતી. તેથીજ તેઓ શહેરનું ઘર છોડીને સોસાયટીમાં રહેવા જતાં રહ્યાં. પરંતુ એમની મિત્રતામાં કંઈ જ ફરક ના પડ્યો. ફેર પડ્યો તો માત્ર એમની આર્થિક પરિસ્થિતિમાં. ભક્તિના પપ્પા ખાનગી કંપનીમાં કારકુન હતાં. ઘરમાં ભક્તિ સૌથી મોટી. એનાથી નાની બીજી ત્રણ બહેનો. કુંટુંબના ૬ સભ્યનું પૂરૂ કરતાં મહિનાને અંતે એમને કોઈને કોઈક પાસેથી ઉછીના પૈસા લેવા પડતાં. બચત ના નામે બાપદાદાના વખતનું પડુ પડુ થતું મકાન હતું. જયારે રૂદ્રની વાત જ જુદી હતી કારણ રૂદ્ર એકનો એક હતો. તેના પપ્પાને સરકારી નોકરી હતી તથા એની મમ્મી પણ નોકરી કરતી હતી. પૈસો ધીરે ધીરે વધતો જ જતો હતો. પૈસો વધે એ તો ખૂબ સારી વાત હતી પરંતુ પૈસાની સાથે સાથે ઘમંડ પણ વધતું જતુ હતું. રૂદ્રને એની જરૂરિયાત કરતાં પણ વધુ પૈસા મળતાં. એના પપ્પાની સરકારી નોકરીમાં ઉપરની આવક ઘણી થતી હતી. એ બધા પૈસા રૂદ્રને આપી દેતાં સાથે સાથે કહેતાં, "બેટા, તારા હરવા ફરવાના દિવસો છે ખૂબ મજા કરજે. હું કંઈ તારી પાસે પૈસાનો હિસાબ માગવાનો નથી. "

કોલેજમાં પણ ભક્તિ અને રૂદ્ર જોડે જ હતાં. એમનો પ્રેમ તો ઉત્તરોતર વધતો જ રહ્યો. જોકે ભક્તિએ કહ્યું, "રૂદ્ર, હવે આપણા બંનેના ઘરની આર્થિક સ્થિતિમાં આસમાન જમીનનું અંતર છે. તું મને ભૂલી જા. આપણી મિત્રતામાં કંઈ જ ફરક નહિ પડે. હું હાલ પાર્ટટાઈમ નોકરી કરી છું. ટ્યુશન કરૂ છું ત્યારે લગ્ન માટે થોડા ઘણા પૈસા ભેગા થયા છે. " હું લગ્ન કરીશ તો પપ્પાનું તથા મારી નાની બહેનો નું શું ? હું એવી સ્વાર્થી નથી થઈ શકતી.

"ભક્તિ, તું લગ્ન પછી પણ નોકરી ચાલુ રાખજે. અને તારો જે પગાર આવે તે તું તારા પપ્પાને આપી દેજે. "

"જો રૂદ્ર, મને એવું ના ગમે કારણ કે તારા ઘરના આ બાબતમાં સંમત્ત ના થાય. અને હું કોઇ પણ કામ ચોરીછૂપીથી કરવામાં માનતી નથી. "

જયારે રૂદ્રએ એના મમ્મી પપ્પાને વાત કરી ત્યારે ઘરનાનો સખત વિરોધ હતો. સામે પક્ષે રૂદ્રએ પણ કહી દીધું કે તમે ના કહેશો તો હું ભકિત સાથે લગ્ન નહિ કરૂ પણ એ સિવાય હું બીજી કોઈ પણ યુવતી સાથે લગ્ન નહિ કરૂ. હું આજીવન કુંવારો રહેવા તૈયાર છું. અને બીજી વાત કે હું બીજા બધા જેવો નથી કે તમારા કહેવાથી હું બીજે લગ્ન કરી લઈશ. તમે આપઘાત કરવાની ધમકી આપશો તો એ પહેલાં હું જ આપઘાત કરીશ. "

ગમે તેટલા કડક સ્વભાવના માબાપ હોય પણ દીકરાને ગુમાવવો એમને પોષાય જ નહીં. આખરે સંમત્તિતો આપી અને એવું નક્કી કર્યુ કે આવતી કાલે ગોળ ધાણા કરીશું. રૂદ્ર ખુશ હતો એને તો ભક્તિને ફોન કરીને ખુશ ખબર પણ આપી દીધા. રૂદ્રના મમ્મી પપ્પા ભક્તિને ત્યાં વાત કરવા ગયા અને કહ્યું,

"અમારા તરફથી આ લિસ્ટ મુજબનો વ્યવહાર તમારે કરવાનો અને લગ્ન વખતે પણ તમારે જે વ્યવહાર કરવાનો રહેશે એનું પણ લિસ્ટ છે."

તે દિવસે તો એ સ્વપ્નની દુનિયામાં ખોવાઈ ગઈ હતી. પરંતુ રાત્રે એના હાથમાં વ્યવહારનું લિસ્ટ આવી ગયું ભક્તિ સ્તબ્ધ થઈ ગઈ. એના માબાપ સંમત્ત કઈ રીતે થયા ? એની પાછળ એની ૩ નાની બહેનો પણ હતી. બધાને વોટ્સએપ કરી આવતીકાલે થનારા ગોળ ધાણાનું આમંત્રણ પણ અપાઈ ચૂક્યુ હતું. દરેકને આપેલા આમંત્રણ નીચે ભક્તિ એ લખ્યું હતું કે, "આવતીકાલે થનાર ગોળ ધાણા બંધ રાખવામાં આવેલ છે. "

મોડીરાત્રે જયારે રૂદ્રએ આ મેસેજ જોયો ત્યારે એને ભક્તિને ફોન કર્યો પરંતુ ભક્તિએ એનો નંબર બ્લોક કરી દીધો હતો. તેથી જ એ જાતે ભક્તિને મળવા એને ઘેર ગયો ત્યારે ભક્તિ એ કહી દીધું, "આપણા સંબંધનો અંત આવી ગયો છે. મારે લગ્ન કરવા જ નથી. હું મારા માબાપનો દીકરો બનીને રહીશ. હું આવા લોભી માણસને ત્યાં લગ્ન કરવા માંગતી નથી." કહેતાં ઘરનાં બારણા બંધ કરી દીધા.

રૂદ્ર જતાં જતાં એટલુંજ બોલ્યો, "ભક્તિ, તું આવતીકાલ સુધી મારી રાહ ના જોઈ શકી. મમ્મી પપ્પાએ બનાવેલું લિસ્ટ જે હતું તે મુજબ મેં મારા પૈસે ખરીદી કરી બધી વસ્તુઓ મારા મિત્રને ત્યાં મૂકી છે.

ભક્તિ તું આવતીકાલ સુધી મારી રાહ પણ ના જોઈ શકી ! 


Rate this content
Log in

Similar gujarati story from Romance