STORYMIRROR

Bhavna Bhatt

Romance

3  

Bhavna Bhatt

Romance

આવો પ્રેમ

આવો પ્રેમ

1 min
194

એકાદ ક્ષણમાં આંખ મળીને તારા ને મારા નસીબનો પ્રેમ જાગ્યો એ પૂર્વ જન્મની લેણાદેણી થકી જ બન્યું. તને આવી શકું મળવાં કે તું મને મળવા આવે એવો આછકલાઇવાળો પ્રેમ નથી. આજના આધુનિક યુગમાં તારો મારો પ્રેમ કોઈ સમજી શકે નહીં.

તારા મારા નસીબનો પ્રેમએ દંભ ને દેખાડા વગરનો નિર્મળ ભાવના ભર્યો છે. જ્યાં દિલથી દિલની ટેલીપથી થાય છે ત્યાં રૂબરૂ મુલાકાત કરીને સ્પર્શ કરવાથી પર પ્રેમ છે એ આજની જનરેશનની સમજ બહાર છે. તું તારાં પરિવાર સાથે કામકાજમાં વ્યસ્ત હોય અને તને મેસેજ કે સતત ફોન કરીને હેરાન કરવા કરતા તારા ઘર પાસેથી ચૂપચાપ ચાલતાં ચાલતાં તારાં મુખારવિંદના અચાનક દર્શન થાય ને જે આંખો બે ઘડી મળે એ અદભૂત ક્ષણોને હૈયામાં કોતરી રાખવામાં જે મઝા છે એ મોબાઈલમાં ફોટા પાડવામાં ક્યાં છે.

ઘણી વખત નોકરી કે પારિવારિક કામગીરીમાં ઘેરાયેલો હોઈએ ત્યારે, એવું બને એ દિલમાં છુપાવી રાખેલી તસ્વીર આંખ બંધ કરીને જોઈ લેવાથી રોમ રોમ પુલકિત પુલકિત બની જાય અને થાક પણ ગાયબ થઈ જાય છે. કોઈ કારણ ન હો છતાંયે મુખ પર સ્મિત આવી જાય છે. તારે પણ એવું જ થાય છે ને ?

કે હું તને ચાહું છું, ને તારી સાથે જ છું. તારાં મારાં નસીબનો પ્રેમ ચાહવાની કશીય દરકાર કર્યા વિના એકમેકને દિલથી દિલમાં છુપાવી જીવી રહ્યાં છીએ.


Rate this content
Log in

Similar gujarati story from Romance