આવો પણ પ્રેમ
આવો પણ પ્રેમ
અમુક વ્યક્તિત્વના દૂર જવાથી અસ્તિત્વ નથી ભુલાતાં અને આત્માના બંધનમાં ક્યારેય છુટ્ટા-છેડા નથી હોતા !! લાખ કોઈ કોશિશ કરે એ પ્રેમ ભૂલાતો નથી અને ભગવાને બનાવીને મોકલેલી જોડી કોઈ ખંડીત કરી શકતું નથી. પ્રેમનું પલ્લું તો સદાય પ્રિય તરફ નમતું રહેવાનું, અણગમતું હોય લાખ દુનિયાને ભલેને, પણ તોય એ તો દિલ ને ગમતું રહેવાનું.!
આ વાત છે આજથી ત્રીસ વર્ષ પહેલાંની છે. આણંદ પાસેનું ગામડી ગામ. બ્રહમપોળમાં રહેતાં બધાં જ બ્રાહ્મણો એમાં એક જ ઘર હતું મેઘા ( ભોઈ ) કુટુંબ. ભણેલા ગણેલા હતાં મેઘા કુટુંબના સભ્યો. કોઈ ડોક્ટર તો કોઈ સરકારી અધિકારી તો કોઈ નિરીક્ષણ અધિકારી. મેઘા કુટુંબના બધાજ સભ્યોનો સ્વભાવ એકદમ સરળ અને સાલસ હતો. કોઈ દિવસ એમનાં મોં માં અપશબ્દો ના આવે. અરવિંદભાઈ અને ભારતી બેનને ત્રણ સંતાનો હતા. મોટો દીકરો અજય, પછી દિકરી બિન્દુ, અને નાનો દીકરો પિનલ.
એક જ ફળિયામાં રહેતા હોવાથી સાથેજ રમવાનું અને સાથજ બધાં તહેવારો મનાવે. બ્રહ્મપોળમાં રહેતાં રજનીભાઈને બે દિકરીઓ મોટી પલ્લવી અને નાની વંદના. સાથે રમતાં અને સાથેજ આણંદ ભણવા જતા. અજય અને પલ્લવીને પ્રેમ થઈ ગયો. પલ્લવીને ઘરે ખબર પડતાં એને મારી અને અજય ના ઘરનાં સભ્યો સાથે રજનીભાઈ ઝઘડો કરી આવ્યા. થોડાં દિવસ બધું શાંત રહ્યું.
એક દિવસ અજય અને પલ્લવી એ કોર્ટમાં મેરેજ કરી લીધા. અને ગામડીથી ભાગી ગયા. પણ રજનીભાઈ અને એમનાં સગાંવહાલાં એ અજય અને પલ્લવીને પકડી પાડયા અને પાછાં ગામમાં લાવ્યા. અને બન્ને ધોલધપાટ કરી પલ્લવીને ટોર્ચર કરીને રજનીભાઇ એ છૂટાછેડા ના કાગળ પર સહી કરાવી લીધી અને પલ્લવીને વડોદરા એની માસીને ઘરે મૂકી આવ્યા.
આ બાજુ અજયનાં ઘરનાં સભ્યો સાથે ઝઘડો કરીને મારંમારી કરી અને રાતોરાત ગામડીનું ઘર ખાલી કરાવી દીધું. અજય અને એનાં ઘરનાં સભ્યો પોતાનું ઘર હોવાં છતાંય બેઘર થઈ ગયા અને આણંદ એનાં મોટાં પપ્પા ને ત્યાં આશરો લીધો. આ બાજુ અજયને પણ નડીયાદ એનાં મામાના ઘરે મોકલી દીધો. અને ગામડીનુ ઘર અરવિંદભાઈએ વેચી નાખ્યું અને બાકરોલ પોતાનું મકાન લીધું.
કહેવાય છેને સાચો પ્રેમ ક્યારેય અલગ થતો નથી. ગમે એમ કરીને પલ્લવી એ અજયનો પતો લગાવ્યો અને સંદેશો મોકલ્યો. ફરીથી એ બન્ને નક્કી કરીને આણંદ મળ્યા અને પછી નક્કી કર્યું કે ભાગી જઈએ. આ વખતે તો એ લોકો એવી રીતે ભાગ્યા કે કોઈનાં હાથજ ના લાગ્યા. આર્ય સમાજ અને કોર્ટમાં ફરી લવ મેરેજ કરી ત્રણ મહિના છુપાઈને ભાઈબંધ, દોસ્તારોને ત્યાં રહ્યા. અને ત્રણ મહિના પૂરા થયા પછી અજય અને પલ્લવી બાકરોલ ગયાં.
અજયનાં ઘરનાં એ તો અજય અને પલ્લવીનો સ્વીકાર કર્યો. પણ રજનીભાઈએ આખાં કુટુંબના લોકો ને કહ્યું કે જે મેઘા કુટુંબ સાથે સંબંધ રાખશે એ મારો દુશ્મન બની જશે. બધાં એમનાં ગુસ્સાથી ડરતાં.
આ બાજુ અજય ને ત્યાં પલ્લવીને આગળ ભણાવી અને વિવિધ એક્સ્ટ્રા પરીક્ષાઓ અપાવી અને પ્રોફેસર બની
અજય આજે યુનિવર્સિટીમાં જોબ કરે છે અને પલ્લવી વિધાનગરમાં કોલેજમાં પ્રોફેસર છે. એક દિકરો છે એનું નામ અચલ છે. આજે તો પલ્લવી અને અજય ખુબજ સુખી છે પણ રજનીભાઈ હજુય આ લોકોને બોલાવતાં નથી. આટલાં વિધ્ન આવ્યા પણ એકબીજા માટે સાચો પ્રેમ હતો તો કેટલી મુશ્કેલીઓ સહન કરીને પણ એક બનીને રહ્યા. આવાં સાચાં પ્રેમ કરનારને દિલથી સલામ.