આવો પણ પ્રેમ હોય છે? - 2
આવો પણ પ્રેમ હોય છે? - 2


કરણ : પણ કાવ્યા...
( રૂત્વા કરણ ને અટકાવત બોલે છે. )
રૂત્વા : કાવ્યા, તું ને કરણ ખુશ રહે બસ મારે એટલું જ જોઈએ. તમે બંન્ને સાથે ખુશ રહો. હું જાઉં છું કરણ. તું ખુશ રહે એવી જ પ્રાર્થના છે.
( રૂત્વા મનમાં ખૂબ જ દુઃખ હોવા છતાં હસતાં હસતાં કરણ ને Bye કહું ને જતી રહે છે.)
કરણ : કેમ કાવ્યા? કેમ તે આવું કર્યું અમારી દોસ્તી ને. મને તારા જોડે આવી ઉમીદ તો ન'તી.
કાવ્યા : જો કરણ હું ગાંડી નથી. મને ખબર છે રૂત્વા તને પ્રેમ કરે છે. અને એ હું નથી વેઠી શકતી.
કરણ : અરે ના એવું કઈ જ નથી અમારા વચ્ચે. અમે ખૂબ જ સારા દોસ્ત છીએ.
કાવ્યા : હું એક છોકરી છું. મને ખબર ના પડે એવું થોડી હોય. અને હવે મારે વધારે તને કઈ જ કહેવું નથી. કાલે આપણે લગ્ન ની ખરીદી કરવા જવાનું છે. તું તૈયાર રહેજે.
કરણ : ઓકે હું આવી જઈશ સમય પર.
( કરણ ને આજે યાદ આવે છે કે રૂત્વા એ કહ્યું હતું જયારે તે કાવ્યા ને હા કહેવા જવાનો હતો ત્યારે. પણ હું જ ના સમજી શક્યો.)
રૂત્વા તો કરણ અને તેની દોસ્તીની યાદોમાં પોતાની જવાબદારી નિભાવવામાં વ્યસ્ત થઇ ગઈ. અને બીજી બાજુ કરણ ના લગ્ન ને હજી છ જ વર્ષ જ થયા હતાં ને કરણ અને કાવ્યા વચ્ચે ઝગડા શરુ થઇ ગયા. કરણની તબિયત ખરાબ રહેવા લાગી હતી.
કરણની તબિયત દિવસ જાય તેમ તેમ વધતે બગાડી હતી. રૂત્વા ને કરણની ખબર પડી. રૂત્વા ને કરણ ને મળવા પણ જવુ હતું. પણ કાવ્યા ના લીધે ના જઈ શકાતું. પણ કરણ ના ઘરે તો કઈ અલગ જ હતું. કરણની તબિયત સારી ના હોવાથી કાવ્યા પણ કરણનો સાથ ના આપતી. એક દિવસ તો કાવ્યા કરણને છોડી ને જતી જ રહી. કરણની આવી તબિયત માં. જયારે કરણને કાવ્યા ના સહારાની જરૂર હતી.
કાવ્યાના જતા રહ્યા પછી કરણ ખૂબ જ એકલો પડી ગયો. કરણે રૂત્વા ને બોલાવી. રૂત્વા ને ખબર પડતા જ દોડતી કરણ જોડે આવી જાય છે. રૂત્વા કરણને દેખીને ખૂબ જ રડે છે. કરણ પણ રડે છે.
કરણ : આઈ એમ સોરી .. મેં તારી જેવી દોસ્ત ને ગુમાવી. અને પાછળ ફરી ને તારી સામે દેખ્યું પણ નઈ.
રૂત્વા : તું ગાંડો થઇ ગયો છે. આપણા વચ્ચે સોરી ક્યારથી આવી ગયું. બોલજે. હું તો આજે પણ તારી રુ જ છું.
કરણ : તું મારી એક બૂમે દોડતી આવી ગઈ.
રૂત્વા : તો કેમ ના આવું. એક તું જ છે ને મારો પાક્કો દોસ્ત.
કરણ : થેન્ક યુ રુ... આવવા માટે. હું મારા જીવન ના છેલ્લા ક્ષણમાં તારી માફી માંગવા માંગતો હતો. મેં જેના માટે આપણી દોસ્તી તોડી. આજે એ જ મને આવી હાલત માં એકલો મૂકી ને જતી રહી.
રૂત્વા : અરે હું છું નું. કાવ્યા ની પણ કોઈ મજબૂરી હશે. તારા દરેક રસ્તે તારી આ દોસ્ત તારી સાથે જ છે.
અને કેમ આવું બોલે છે. છેલ્લા ક્ષણ. હજી તો તારે ખૂબ લાબું જીવવાનું છે. આવી ફાલતુ વાત ના કર. ચાલ જલ્દી ઉભો થઇ જા. આપણે ફરીથી પહેલા જેવી જ મસ્તી કરીએ.
કરણ : રૂત્વા હજી ક્યાં સુધી તારા મન ની વાત છુપાઇ? મને ખબર પડી ગઈ હતી. જયારે કાવ્યા ના એક જ વાર કહ્યું અને મારી ખાતર તું આપણી દોસ્તી તોડી ને જતી રહી. એક સવાલ ના પૂછ્યો. આટલો પ્રેમ કરે છે તો કહ્યું કેમ ના. એને તે કહ્યું ને હું ના સમજી શક્યો તો તે મને સમજાયું પણ નઈ. આ કેવો તારો પ્રેમ નિ:સ્વાર્થ.
(રૂત્વા કરણ ને ભેંટી ને રડવા લાગી. )
રૂત્વા : ચાલ, તું ઉભો થઇ જા. મારે બીજું કઈ જ નથી સાંભળવું.
કરણ : મને હવે નઈ થાય સારું. તું હવે મને ભૂલી ને તારી પોતાની નવી જિંદગી માં આગળ વધ. મને ખબર પડી પણ હવે મારી પાસે સમય નથી રહ્યો.
રૂત્વા : તને મારા પર વિશ્વાસ છે ને???
કરણ : હા, મારા કરતાં પણ વધારે...
રૂત્વા : બસ તો, તું મારા વિશ્વાસ રાખ. હું બધું જ કરી દઈશ.
કરણ : સારું. મને તારા વિશ્વાસ પર વિશ્વાસ છે. હવે થી તું કહીશ એમ કરીશ.
રૂત્વા : આ થઇ ને મારા કરણ જેવી વાત.. મારો દોસ્ત આવી ગયો મારા પાસે.. હવે બધું જ સરખું થઇ જશે.
રૂત્વા કરણ ના ડૉક્ટર ને મળે છે. ડૉક્ટર રૂત્વા ને બધી જ સ્થિતિ કહે છે. કરણને કેન્સર હોય છે. ડૉક્ટર કહે છે કે કરણ ને બચવાનો કોઈ ઉપાય નથી. હવે ભગવાન ને પ્રાર્થના કરો કે કરણ બચી જાય. 20% જ ચાન્સ છે બચવાના. રૂત્વા એ આ વાત ને ખૂબ જ પોઝિટિવ લીધી. અને કહ્યું, ' ડૉક્ટર 20% ને
હું 100% કરી લઇ. મને મારા ભગવાન પર ખૂબ જ વિશ્વાસ છે. ' ડૉક્ટર રૂત્વા ના આ જુસ્સા ને દેખી ને ડૉક્ટર પણ રૂત્વા ના ભરોસાને આગળ વધારે છે.
રૂત્વા કરણ જોડે જઈને કહે છે કે,
રૂત્વા : કરણ જો હું ડૉક્ટર ને મળી ને આવી. ડૉક્ટર એ મને કીધું કે તું જલ્દી ઠીક થઇ જઈશ.
કરણ : તું મારા પર ખોટું મહેનત કરે છે.
રૂત્વા : બસ હવે, હું કહું છું ને થઇ જશે એટલે થઇ જશે.
કરણ : કાશ મેં તારા જોડે લગ્ન કર્યાં હોય તો...
રૂત્વા : ચાલ ને તો અત્યારે કરી લઈએ. હું તો હંમેશા તારા માટે તૈયાર જ હતી.
કરણ : ના. હું તારી જિંદગી ના બગાડી શકું.
રૂત્વા : તું મને એક વચન આપ. તને સારું થઇ જશે તો તું મારા જોડે લગ્ન કરી લઇશ ને.
કરણ : હું તને વચન આપું છું કે હું તારા જોડે લગ્ન કરીશ.
( રૂત્વા દોડીને અંદર જતી રહે છે. કરણ તેના આંખ ના આંસુ ના દેખી જાય એટલે )
રૂત્વા કરણ માટે ખૂબ જ મહેનત કરે છે. અલગ અલગ ડૉક્ટર ને મળે છે. આયુર્વેદિક, થેરાપી એલોપેથી બધી જ દવા ઓ કરાવી. અને રૂત્વા ની આ મહેનત આખરે રંગ લાવે છે.
ધીરે ધીરે કરીને કરણની તબિયત સુધારવા લાગે છે. કરણ રૂત્વા જોડે થોડો રોમેન્ટિક થાય છે. રૂત્વા શરમાય છે. કરણ રૂત્વા ને લગ્ન માટે પ્રપોઝ કરવા નો જ હતો. કે એટલા માં જ ત્યાં કાવ્યા આવી ને ઉભી રહી. કાવ્યા ને દેખી ને રૂત્વા ત્યાંથી જતી રહી.
કરણ : કાવ્યા, તું???
કાવ્યા : હા, હું કરણ... હું ખૂબ જ ખુશ છું. તને સારું થઇ ગયું. આપણે ફરીથી સાથે રહીશું પહેલા ના જેવી રીતે.
કરણ : હા, હું સાજો થઇ ગયો. રૂત્વા ના એ અખંડ વિશ્વાસથી હું આજે મારા પગ પર ઉભો થઇ ગયો.
કાવ્યા : એમ તો. ફરીથી આવી ગઈ એ નાલાયક રૂત્વા. બસ મારા જવાની જ રાહ દેખાતી હતી કે શું???
કરણ : બસ કર કાવ્યા. હવે હું એક શબ્દ નહીં સાંભળું રૂત્વા વિશે. મેં એક વાર ભૂલ કરી દીધી છે. હવે નહીં કરું. મારે જયારે તારી જરૂર હતી ત્યારે તું ક્યાં હતી. ત્યારે મારો સાથ આપવા રૂત્વા આવી.
કાવ્યા : પણ કરણ..
( કરણ કાવ્યા ને અટકાવે છે )
કરણ : શું પણ કરણ? તારા માટે મેં રૂત્વા ને જવા દીધી. રૂત્વા ની કદર ના કરી મેં. એ મારા જીવન ની સૌથી મોટી ભૂલ હતી. મારે જયારે જરૂર હતી ત્યારે તું મને છોડી ને જતી રહી. આજે હું તને છોડું છું. આજ થી તું છૂટી મારાથી. હું તને કદી નો બોલવું. તું જતી રે મારા જીવનમાં થી. મારે હવે તારી જરૂર નથી.
કાવ્યા : સોરી કરણ.
કરણ : મારે કઈ જ સાંભળવું નથી. બસ તું જતી રે.. હું રૂત્વા જોડે જાઉં છું. કાવ્યા તું હવે ફરીથી ના આવતી પછી.
( કાવ્યા ત્યાંથી જતી રહે છે )
કરણ દોડતો દોડતો રૂત્વા જોડે જાય છે.
રૂત્વા : અરે તું કેમ આવ્યો? કાવ્યા ને ખોટું લાગી જશે. જા તું જતો રહે.
કરણ : રૂત્વા અહીં પણ તું અમારું વિચારે છે?
રૂત્વા : અરે એક દોસ્ત દોસ્ત નું નહી વિચારે તો કોણ વિચારશે? તું જા કાવ્યા જોડે. તમે બંન્ને ખુશ રહો. એ જ મારી ઈચ્છા છે.
કરણ : બસ, રૂત્વા. હું કાવ્યા ને છોડી ને આવ્યો છું. તારા પ્રેમ માટે. હું તને ખૂબ જ પ્રેમ કરું છું. હું હવે તારા સીવાય કોઈના જોડે નથી જવાનો. હું તને પ્રેમ કરું છું. અને હવે તને જ કરીશ.
રૂત્વા કરણ ને ભેટી પડે છે. અને કહે છે હા. હું પણ તમે ખૂબ જ પ્રેમ કરું છું. બંન્ને એકબીજા ને ભેંટી ને ખૂબ જ રડે છે. ને પછી કરણ તેના ધૂંટાળે બેસી ને,
કરણ : રુ... આઈ લવ યુ... હું તારા જોડે લગ્ન કરવા માંગુ છું. શું તું મારી જોડે લગ્ન કરીશ?
રૂત્વા : હા.. કરણ... હું તારા જોડે લગ્ન કરીશ. હું પણ તને ખૂબ જ પ્રેમ કરું છું.
કરણ રૂત્વા ને વીંટી પહેરાવે છે. અને બંન્ને આજે જ લગ્ન કરી લીધા. બંન્ને એ સાચા અસ્તિત્વ માં સ્વપ્તપદી ના સાથ ફેરા લીધા. અને નિભાવ્યા પણ ખરા.
આજે કરણ અને રૂત્વા ના લગ્ન ને 3 વર્ષ થયા. બંન્ને ને એક સરસ નાનું 7 મહિના નું બાળક સાથે ખૂબ જ ખુશ ખુશાલ જિંદગી વિતાવેલી છે.