આઠમો અવાજ
આઠમો અવાજ
આઠમો અવાજ
—એક ગર્ભસ્થ બાળક, એક અવાજ અને એક શૂન્યમાંથી ઉદ્ભવતી સત્યકથા—
ગુંજતો અવાજ વર્ષ ૨૧૪૯. મથુરા નજીક યમુનાના ઢોળાવ પર ખોદકામ ચાલી રહ્યું હતું. યુનેસ્કોની જાણીતી પુરાતત્વવિદ્ ડૉ. તન્વિ રાવ એ ટીમનું નેતૃત્વ કરતી હતી. પ્રેમમાં ધોખો ખાઈ ચૂકેલી તન્વિ ચાર માસના ગર્ભ સાથે હતી. કામનું દબાણ, સમાજની હારીકીરીનો ભય અને પ્રેમના પ્રતિક જેવા તત્વોની ઝંખના વચ્ચે ગુમ થતી તન્વિ... એ્બોર્શનની તારીખ શનિવારની હતી, અને આજે ગુરુવાર. બેચેન મન થી દૂર ભગવા , એ આજનો દિવસ સાઇટ પર હતી.
બહુ અગત્યની સાઇટ હતી યા યમુના કિનારે . અહીં હજારો વર્ષ જૂની જેલના અવશેષો મળ્યા હતા. એમાં એક ગુફા હતી, જમીનમાં ઊંડે ઉતરતી. ગુફાની દિવાલો પર અજાણી લિપિમાં લખાણ હતું: "સાત તો શૂન્ય કરી નાંખ્યા... છતાય આઠમાનો અવાજ પૃથ્વી પર રહી ગયો."
તન્વિ જ્યારે પથ્થરની દીવાલ નજીક ગઈ, એણે અચાનક કંઇક અનુભવ્યું. એક નિલવર્ણ પથ્થરથી એક અવાજ… એના અંતરમાં ઊંડે ઊંડે ગુંજતો લાગ્યો. એ અવાજ ડ્રીલિંગ મશીન કે ડિજિટલ નહોતો — એ તો જીવંત હતો... આમંત્રિત કરતો! તન્વિએ તે નિલો પથ્થર ઊંચક્યો, સાફ કર્યો. પથ્થર ભીતરથી ધ્વનિ તરંગો ઉજવતો હોય તેમ જણાતો હતો. અજાણી શક્તિથી પ્રેરાયેલી, તેણે પથ્થરને કાને લગાવ્યો. અને ત્યાંથી આવતો અવાજ... એક બાળકીનો અવાજ હતો:
"હું એ અવાજ છું... જેને કંસે દેવકીનું આઠમું સંતાન સમજી પથ્થર પર પટકારી નાખ્યો હતો. એને શું ખબર કે હું કૃષ્ણ નહતી . હું તો એને આવકાર આપનાર શૂન્ય હતી. છતાં, મેં કોઈ શરમ કે ડર વિના તેની ગેરસમજ અવકાશથી પોકારી દૂર કરી હતી. આજે પણ હું વ્યથિત છું...
દેવકી તો ગર્ભ ખાલી કરતી હતી ડરથી. પણ હવે ગર્ભ કેમ ખાલી થાય છે? " તન્વિ ધ્રુજતી રહી. આ અવાજ બીજાને શ્રાવ્ય નહોતો ,તે તો તેના અંતરાત્મા સુધી પહોંચતું સ્પંદન હતું. દિવાલ પર તન્વિએ એક લિપિ જોઈ:
"એવો સમય આવશે... જ્યાં કંસ કોઈને નહીં મારે પણ પ્રેમથી મામા બનાવી , માનસિક પીડાથી ગર્ભહિંસા કરાવશે. ત્યાં કોઈ કરુણાનો કૃષ્ણ નહીં હોય. પત્થરથી આવતા બાળકીના અવાજ હવે ડૂસકાંમાં ધીમા પડી જાય છે...
" તન્વિના મગજમાં દ્રશ્યો ઘૂમ્યા, જગત તેનો પ્રથમ પ્રેમ , તેની માં સુશિલા , સચેજ તે બાઈ કોઈ શીલા થી કમ ન હતી ! એક સ્ત્રીને કહેવામાં આવે છે:
"હવે તું માં બન, કરિયર બેરિયર પછીની વાત છે.
" બીજીને કહે છે: "હમણાં નહીં, લોકો શું કહેશે?
" ત્રીજી સ્ત્રી જાતે ગર્ભપાત કરાવે છે, કારણ કે બાળક એના જીવનપટની યોજના નહોતું.
ક્રુષ્ણ ના સમયે બળવાન કંસ સાથે સંસ્કાર હતા આજે અનેક કાયર કંસ છે — લાગણીથી દમન કરનાર, લાલચથી ઠંડા કલેજે કુચલી નાખનાર..."
આઠમો અવાજ નો પોકાર એ હવે તારો છે. તન્વિ પાછી ફરી ,અવાજ હવે એને પોકારતો હતો. "તું મને બહાર શોધી રહી છે... પણ હું તો તારા અંદર છું. તું પણ એક દેવકીજ છે. તારા વિચારો એ તારો ગર્ભ છે. જો તું ખાલી થશે, તો શું? હું , થોડી બેસી રહીશ , હું તો પ્રકૃતિ છું — ફરીથી અવતરીશ."
તન્વીની આંખો ભીની થઈ ગઈ. એણે નીલો પથ્થર આંખ સામે લાવ્યો. પથ્થર હવે ચૂપ હતો, પણ તેમાં એક આખા યુગનો પોકાર કેદ હતો. ઘડી પહેલાંના શાંત સ્પંદનો હવે હવામાં ભળી, આકાશમાં ગુંજતા હતા. "લખાઈ જવા દે તન્વિ દીકરા”..
તન્વિએ પીઠ પર લટકતું લેપટોપ કાઢ્યું, અને લખ્યું: "હું ધ્વનિ શોધવા ગઈ હતી... પણ હું શૂન્ય લઈને આવી છું. હવે હું એ અવાજ અપનાવીશ...
હવે તે કોઈ ગર્ભને ડરથી ખાલી નહીં થવા દે." પથ્થર હવે મ્યુઝિયમમાં ન મુક્તા તન્વીએ તેને એક લેબોરેટરીમાં રાખ્યો — જ્યાં ગર્ભ સાથે સુવિચારો પણ જન્મે શકે.
હરી 🕉.
અંતવચન:
કંસ કોઈ વિશેષ વ્યક્તિ નથી,
તે એક સંસાર નું દૂષણ છે.
જેમ કે કોઈ યુગોથી
દેવકીને ખાસ કોઈએ ગણી નથી,
તેમ છતાં દરેક સ્ત્રી દેવકી છે.
અને રહ્યો આઠમો અવાજ...
તે તો સૌ પીડિતાનો અવાજ , જે આજે પણ કોઈના શ્વાસમાં મુક્તિની રાહ જોઈ રહ્યો છે.
