Margi Patel

Horror Thriller

0.6  

Margi Patel

Horror Thriller

આત્માની દહેશત -1

આત્માની દહેશત -1

9 mins
820


        રાતના બે વાગ્યા હોય છે. સરસ એવો પવન લહેરાઈ રહ્યો હતો. હાઇવેની સાઈડમાં એક સુંદર એવી છોકરી ઉભી હતી. એની આંખોમાં જાણે જામ હોય. તેના બદનમાંથી મધુશાલા ટપકતી હોય એવી જવાની નિખારી આવી રહી હતી. વાળ તો મખમલના કપડાંની જેમ લહેરાતા હતાં. શરીર પર કાળી એવી પારદર્શક સાડી વીંટાયેલી. કમર પર રહેલું ટેટુ તેની કમર પર જ નજર ટકાવી રાખે. જાણે બસ એને જ દેખતા રહીયે.


          ત્યાંથી પસાર થઇ રહેલા એક યુવાનની નજર તે છોકરી પર પડી. તેને દેખી ને એ છોકરો તો નિઃશબ્દ થઇ ગયો. તેની લિફ્ટ માટે પૂછ્યું. અને એ છોકરીએ હા પણ કહી દીધી. એ યુવાને તેની બાઈક પાછળ તે છોકરીને બેસાડી દીધી. તે યુવાન વારે વારે તેના કાચમાંથી તે છોકરીની સુંદરતા ને નિહાળી રહ્યો હતો.


          એ યુવાન તે છોકરીની સુંદરતામાં એટલો મોહન થઇ ગયો હતો કે તે વારેવારે તેની ગર્લફ્રેન્ડ નો ફોન ઇગ્નોર કરવા લાગ્યો. તે દેખી પાછળ બેસેલી યુવતી ધીમે ધીમે તે યુવાનના શરીર ને સ્પર્શ કરી રહી હતી. તે દેખીને એ યુવાને પોતાના પરથી કાબુ ગુમાવ્યો ને. ત્યાં જ બાઈક ઉભી રાખી. તે યુવાન બાઈક પરથી નીચે ઉતરી ને તે છોકરી ને હોઠ પર કિસ કરવા લાગ્યો. અને જયારે તેના હોઠ ને છોડે છે ત્યાંજ એ યુવાનની મોત ત્યાં જ થઇ જાય છે. અને એ છોકરી ગાયબ થઇ જાય છે.


             બીજા દિવસે પણ બસ આજ રીતે એ છોકરી ત્યાં ઉભી રહેલી. કાલ કરતાં પણ જાણે સુંદરતામાં વધારો થયો હોય એવું તેનું બદન ચમકતું હતું. એ દેખી ને ત્યાં એક ગાડીવાળો આવીને ઉભો રહ્યો. તેને લિફ્ટ માંગી. અને તે ગાડી માં બેસી ગઈ. ગાડીમાં તો જાણે કહેર ઠાલતી હોય એવું મૌસમ થઇ ગયું હતું. બદનતો જાણે આગ વરસાવે છે. એ દેખી ને ગાડી માં બેસેલો માણસ કેવી રીતે કાબુ રાખી શકે. છતાં તે પોતાના પર કાબુ રાખી ને ગાડી આગળ ચલાવતો ગયો. પણ એ છોકરીને તો કોણ કાબુમાં રાખે. તેને એ સુંદર હોઠો નો સ્પર્શ તેના ગાલ પર કરી લીધો. ધીરે ધીરે તેના બદન ને અડકવા લાગી. અને પછી ગાડી વાળા માણસે ગાડી બાજુ માં ઉભી રાખી. તેને ભેંટી પડ્યો. અને તેને કિસ કરવા લાગ્યો. કિસ કરતાં કરતાં જયારે હોઠ પર કિસ કરી ત્યાં જ એ મોત ને ભેંટી પડ્યો. અને એ છોકરી ફરીથી ગાયબ થઇ ગઈ.


           દરરોજ આવું જ ચાલ્યા કરે. રોજે કોઈની મોત તો થાય જ. પણ એક દિવસ અજીબ હતો. એ છોકરી હંમેશા ની જેમ ત્યાં ઉભી તો રહી. હંમેશા ની જેમ આજે તેનું બદન પર તો આગ રેલાય છે. સુંદરતા નું કોઈ માપ નથી. ગાડીવાળા એ ગાડી પણ ઉભી રાખી લિફ્ટ માટે. તે છોકરી બેસી પણ ખરી, પણ આજે તો કંઈક અલગ જ હતું. બંનેનાં બદન ટકરાયા પણ તેનું મૃત્યુ તો ના થયું. પહેલી વાર તેને કોઈના જોડે વાત કરી. અને નામ પૂછ્યું કે તમારું નામ શુ છે? એ ગાડી વાળા એ કહ્યું કે મારૂ નામ રાજીવ છે. રાજીવે તે છોકરી ને નામ પૂછ્યું? તેને કહ્યું કે મારૂ નામ રીટા છે. રીટા એ સવાલો નો સિલસિલો ચાલ્યું કર્યો. બંન્ને વાતો કરતાં. રીટા એ રાજીવ ને તેના વિશે જાણવાનું કહ્યું. તો રાજીવ પણ ખૂબ જ સારી રીતે તેને જવાબ આપવા લાગ્યો કે, 'હું અહીં જ રહું છું. મારે પોતાની મોટી કંપની છે. મેં કોલેજ કરી ને પોતાનો જ નવો ધંધો વિકસાવ્યો છે. ' રીટા એ રાજીવને અટકાવતા તેને અંગત સવાલો કરવા લાગી.


          રીટા એ રાજીવ ને તેની ગર્લફ્રેન્ડ વિશે પૂછ્યું કે, ' હેય ! રાજીવ તું આટલો દેખાવડો છે તો તારે તો ઘણી ગર્લફ્રેન્ડ રહી હશે ને?? કોઈ એવી ખાસ હોય જેને તું કદી ના ભૂલી શક્યો હોય એવી કોઈ છોકરી હોય તો મને કહે. ' રાજીવે એક મિનિટનો પણ સમય ના લીધો ને તરત જ ના કહી દીધી. અને બીજી જ મિનિટ માં રીટા ચાલુ ગાડીમાંથી ગાયબ થઇ ગઈ. અને એ દેખી ને રાજીવ ની આંખો ફાટી ગઈ અને ગાડી નું બેલેન્સ ગુમાવ્યું. ને ગાડી ઝાડ સાથે અથડાઈ ને ત્યાંજ રાજીવ બેહોશ થઇ ગયો.


           રાજીવ જયારે હોશ માં આવ્યો ત્યારે દેખે છે તો કોઈ હોસ્પિટલ માં પોતાને દેખે છે. અને ચૉક થઇ જાય છે. બસ રાજીવના મગજમાં રીટા જ ઘુમ્યા કરે. રાજીવ રીટાને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ દરેક સોશિલ મિડિયા પર રીતે ને ગાંડાના જેમ શોધ્યા જ કરે. પણ રીતની એક ઝલક પણ ના મળી. હોસ્પિટલમાંથી રાજીવ ને ડિસ્ચાર્જ મળી ગયો હતો. અને સાંજે રાજીવ ઘરે પહોંચે છે.


            રાત ના બાર વાગે છે. સન્નાટો છવાઈ ગયો હતો. અને રાજીવના કાનમાં મંદ મંદ રીટાનાં અવાજ માં સંભળાય છે રાજીવ... રાજીવ એક દમ ઝબકી ને ઉઠી જાય છે. અને ચારે બાજુ દેખવા લાગે છે. પણ કોઈ ના દેખાતું હોવાથી રાજીવ પોતાનો વહેમ સમજી ને ફરીથી સુઈ જાય છે. એટલામાં જ રાજીવ ને ફરીથી રીટાનાં અવાજમાં રાજીવ રાજીવ સંભળાય છે. રાજીવ ઉઠી ને નીચે નીચે જાય છે પણ ત્યાં કોઈ જ હોતું નથી. અને રાજીવ સીડીઓ ચડે છે એટલામાં જ પાછળથી ફરીથી તેને રાજીવ સંભળાય છે. રાજીવ ને ફુલ એરકન્ડિશનમાં પણ પરસેવો છૂટે છે. રાજીવ ગભરાઈ ને તેના હાથમાં ચાકુ પકડે છે. ને જોર જોર થી બૂમો પડે છે. કોણ છે કોણ છે??? કહીને. પણ એ વખતે કોઈ જ જવાબ ના આવ્યો.


          રાજીવ દાદર ચડે છે એટલામાં જ રીટા રોતી હોય એવો અવાજ સાંભળતા રાજીવ ઝડપથી બહાર દોડે છે. અને ત્યાં જતા જ કોઈ ભયાનક સ્ત્રી દેખી ને ડરી જાય છે. અને આંખો બંધ કરી દે છે બંન્ને હાથ થી. થોડી હિમ્મત કરીને ફરીથી ખોલે તો ત્યાં કોઈજ હોતું નથી. રાજીવ ને ડરના લીધે તાવ આવી જાય છે. અને બીકથી ત્યાંજ બેહોશ થઇ જાય છે.


         બીજા દિવસે રાજીવ ઓફિસના કામમાં વ્યસ્ત થઇ જાય છે. અને સાંજે ઘરે આવે છે. ઘરે આવીને સુઈ જાય છે. રાજીવ ખૂબ જ ચેન ની નીંદર લેતો હતો એટલામાં જ તેને પોતાની છાતી પર ભાર લાગે છે. અને રાજીવ આંખ ખોલી ને દેખે છે. તો ખૂબ જ ભયાનક સ્ત્રી હતી. વચ્ચે ના બે દાંત બહાર આવેલા, વાળ વિખરાયેલા, મોટા મોટા નાખુન, અને મોંમાંથી લોહી ટપકતું હતું. એ દેખી ને તો રાજીવ ખૂબ જ બિવાઈ ગયો અને બૂમો પાડવા લાગ્યો. રાજીવ ની બૂમ સાંભળી ને નીચે થી ઘરનાં નોકર રામુકાકા દોડતા ઉપર આવે છે ને પૂછે છે કે, ' શેઠ શું થયું તમને? કેમ બૂમ પાડો છો?? કોઈ ખરાબ સપનું દેખ્યું? મારા થી ભૂલ થઇ ગઈ? ' પણ રાજીવ કઈ બોલી જ ના શક્યો.


       થોડી વાર પછી રાજીવ રામુકાકા ને બોલાવે છે. અને તેમને પૂછે છે કે, ' કાકા તમે ઉપર આવ્યા ત્યારે શું દેખ્યું હતું? તમને મારા સીવાય બીજું કોઈ દેખ્યું હતું? ' રામુકાકા જવાબ આપતાં બોલે છે, ' ના, શેઠ તમારા શિવાય તો કોઈ જ નહતું રૂમ માં. અને હું ઉપર આવ્યો એટલે તમે બસ આંખો બંધ કરીને બૂમો જ પડતા હતાં. અને હું આવી ગયો. ' રાજીવ કાકા ને જમવાનું કહીને બહાર ગાર્ડન માં જઈને બેસે છે. અને વિચારે છે કોણ હતી એ સ્ત્રી? એમાં મને કેમ થોડી થોડી એની ઝલક દેખાય છે. અને આ સવાલો માં રાજીવ ને રીટા યાદ આવે છે. રીટા ને મળવાની ઈચ્છા થાય છે રાજીવના મનમાં. અને એટલામાં જ કાકા રાજીવને જમવા માટે બૂમ પડે છે. રાજીવ જમવા માટે અંદર ચાલ્યો જાય છે અને જમવા બેસી જાય છે.


          રાજીવે બસ જમવાનું ચાલ્યું જ કર્યું હતું. ને તેની દાળ માં તેને દાંત દેખાય છે. એ પણ સફેદ નહીં પણ કાળા રંગ ના. રાજીવ આ દેખી ને દાળ ફેંકી દે છે. અને જયારે દાળ ટેબલ પર થી નીચે પડે છે તો એ દાળમાં રાજીવ ને પેલી સ્ત્રી નું ડરાવનાર ચહરો દેખાય છે. અને રાજીવ અંદર જતો રહે છે.


         રાત નો એક વાગ્યો હોય છે. ને રાજીવના કબાટમાંથી અવાજ આવે છે. તો રાજીવ તેનું કબાટ ખોલે છે તો અંદર દેખે છે કે તેના બધા જ કપડાં પર ખૂનના દાગ અને જીવડાં હોય છે. એ જોઈને રાજીવ બૂમો તો પડે છે પણ તેની બૂમ કોઈ સાંભળી નથી શકતું. રાજીવ જોડે રોજે આવી અજીબ અજીબ ઘટના બને છે. અને રાજીવ પુરે પુરી રાત જાગતો જ રહે છે. અને ઓફિસ માં પણ મન નથી લાગતું હોતું. આંખો બંધ કરે એટલા માં જ પેલી ભયાનક સ્ત્રી દેખાય છે.


           જયારે રાજીવ બાથરૂમ માં જાય છે. તો તેને ત્યાં કાચ પર લખેલું દેખાય છે. " હું તને મારા થી દૂર નહીં કરું હવે. હું તારી સાથે જ રહેવાની છું. તું જ્યાં જઈશ ત્યાં ત્યાં હું આવીશ. " આટલું વાંચી ને રાજીવ બાજુ ના અરીસામાં દેખે છે તો ત્યારે તેને પેલી સ્ત્રી જ દેખાય છે. રાજીવ ડરી ગયો કે બાથરૂમ માં પણ. રાજીવની ઊંઘ ચેન બધું જ છિનવી લીધું આ સ્ત્રી એ.


          રાજીવ જમવા બેસે તો સામી ની ખુરશી માં જઈને નોનવેજ ખાતી. એ દેખો ને જો રાજીવ ઉભો થાય ના એટલા માટે બધા જ દરવાજા લૉક કરી દેતી. રાજીવ અંદરથી બૂમો પડે પણ એ સ્ત્રી રાજીવ સીવાય કોઈને જ ના દેખાતી. રાજીવ ઓફિસે જાય તો બાજુની સીટમાં બેસેલી હોય. અમુક દિવસે રાજીવ ના ખભા પર ચડીને બેસી હોય. રાજીવને એક મિનિટ શ્વાસ પણ એકલામાં ના લેવા દે. રાજીવ એ સ્ત્રી જોડે માફી માંગે, ગીડગીડાય, રોવે છતાં એ સ્ત્રી બિલકુલ ના માને રાજીવનું.


              હવે તો હદ જ થઇ ગઈ હતી . રાજીવે ઓફિસ માટે બનાવેલી પ્રેજન્ટેશનક માં પણ તેના જ ફોટા દેખાય રાજીવ એકલા ને. રાજીવ કોઈને કહે તો કોઈ તેની વાત નો વિશ્વાસ ના કરે. અને બધા એને પાગલ પાગલ કહેવા લાગ્યા.


          આજે રાજીવ જયારે તેની ગર્લફ્રેન્ડ ના જોડે હોટલમાં જાય છે. રાજીવ આ બધી પરેશાની થી બે મીઠા પળ નો આનંદ લેવા માટે તેની ગર્લફ્રેન્ડ સાથે પ્રેમની રમત રમતો હોય છે ત્યાં જ એ સ્ત્રી આવીને ઉભી રહે છે. એ દેખી ને રાજીવ તેની ગર્લફ્રેન્ડ ને ધક્કો મારી ને ઉભો થઇ જાય છે. ને રોવા લાગે છે. અને બોલે છે કે, ' કોણ છો તમે? મેં તમારું શું બગડતું છે જો તમે માને હેરાન કરો છો. ' એટલા માં પેલી સ્ત્રી જોર જોર થી હશે છે. અને રાજીવ પોતાના કાન બંધ કરી દે છે ને જોર જોર થી રડે છે. એ દેખી ને રાજીવની ગર્લફ્રેન્ડ ત્યાંથી રાજીવ ને ગાંડો કહી ભાગી જાય છે.


          રાજીવ હવે આ બધું સહન નહોતો કરી શકતો. રાજીવ પેલી સ્ત્રી ને કહે છે કે તમે મારો પીછો તો નહીં જ છોડો. હું હવે નથી જીવવા માંગતો. રાજીવ પોતાના હાથમાં ચપ્પુ લઈને પોતાના જીવ લેવાની કોશિશ કરે છે. પણ એટલામાં જ ત્યાં એ સ્ત્રી એનું ભયાનક રૂપ બદલીને તેનું મૃત્યુ પહેલા નો રૂપ લાવી દે છે. અને રાજીવ ને મરતા બચાવી લે છે.


           રાજીવ એ સ્ત્રી નું અસલી રૂપ દેખી ને તો દંગ જ રહી જાય છે. અને તેના મુખ માંથી બોલાઈ જાય છે કે, ' તું?? તું અહીંયા કેવીરીતે? અને કેમ મારી સાથે આવું કરે છે? હું માફી માંગુ છું જે મેં તારી સાથે કર્યું એના માટે. મને માફ કરી દે. હું છેલ્લા એક મહિના થી ઊંઘ્યો નથી, ખાધું નથી, ચેન નથી, બાથરૂમ જતા પણ બીક લાગે છે. ભૂખ લાગે છે. જમવાનું સામે જ હોય છે પણ મારા જમવામાં કેવું કેવું હોય છે. એક દિવસ દાંત હોય એ પણ કાળા રંગના, બીજા દિવસે વાળ હોય, શાકની જગ્યા એ કાપેલી આંગળીઓ, માંસ. આંખો બંધ કરું તો એ ભયાનક ચહેરો, મોં માંથી રક્ત ટપકે, મારા સામે ના જાણે કેવી કેવી વસ્તુ ઓ ખાય તું. હું સુવા જાઉં તો બાજુમાં આવી ને સુવે. શું ભૂલ છે મારી? અને તું મારી સામે રીટા બનીને આવી. અને જે દરરોજ રસ્તા પર દહેશત ફેલાવે છે એ તું જ છે. મેં કોઈ આત્મા જોડે સબંધ બાંધ્યો. હું ગાંડો થઇ જઈશ. તું મને કહે? '


            નીતા રાજીવ ને કહે છે', ' હા, હું એ જ નીતા છું જે આપણે કોલેજ માં જોડે હતા. હા, હું એજ નીતા છું જેને હાઇવે પર દહેશત ફેલાવી રાખી છે. હા, હું એ જ છું જે રીટા છું જેની સાથે તે પુરી રાત વિતાવી. અને દરરોજ તું મને પામવાની ઈચ્છા રાખે છે. હા, હું એ જ નીતા છું જે દરરોજ નવા શિકાર કરું છું. તારે બીજું કઈ હજી જાણવું છે? અને તું મને પૂછે છે કે મેં આવું કેમ કર્યું? તને લાગે છે મારે જવાબ આપવાનો જરૂર છે. તને નથી ખબર તે મારા જોડે પાંચ વર્ષ પહેલા શું કર્યું હતું??' એટલું કહી ને નીતા ત્યાંથી ગાયબ થઇ ગઈ.


             નીતા ગાયબ થઇ પછી રાજીવ ખૂબ જ રડે છે. જમવામાં કઈ જ એવું ના હોવા છતાં પણ રાજીવ આજે જમી ના શક્યો. રાતે નીતા તેની બાજુ માં નહોતી છતાં તે ઊંઘી પણ ના શક્યો. અને વિચારો માં પાંચ વર્ષ પાછળ ચાલ્યો ગયો. 


ક્રમશઃ

                


Rate this content
Log in

Similar gujarati story from Horror