STORYMIRROR

Vibhuti Desai

Abstract

3  

Vibhuti Desai

Abstract

આલોચના

આલોચના

1 min
23

સાવકી મા એ સીત્તેર વર્ષના વૃધ્ધ જોડે ગીતાના લગ્નનો પચાસ હજાર રૂપિયામાં સોદો કર્યાની જાણ થતાં જ, પાણી ભરીને આવતા, ગામના છેવાડે રહેતા તદ્દન ગરીબ યુવક મોહનને ત્યાં પહોંચી મોહન પાસે હેલ ઉતરાવી મંદિરમાં જઈ મોહન સાથે લગ્ન કર્યા. મોહન અને ગીતા બંને સખત મહેનત કરતા. ધીમે ધીમે પૈસા ભેગા થતા ગામમાં દુકાન કરી. નસીબે યાદી આપી મોહન સારું કમાતો થયો. પાંચમા પૂછાતો થયો. ગામલોકો જે કાયમ મોહનની આલોચના કરતા તેમની બોલતી બંધ થઈ ગઈ.


Rate this content
Log in

Similar gujarati story from Abstract