આકાશમાં વેન્ટિલેટર
આકાશમાં વેન્ટિલેટર
આકાશનું એક મંડળ છે એમાં સૂર્ય, ચંદ્ર, તારાઓ, વાદળોનો સમાવેશ થાય છે. કયારેય મહેમાન ગતિ કરવા મેઘધનુષ્ય કે વીજળીની પધરામણી થાય છે એટલું બધું રમણીય માહોલ સર્જાય છે કે જાણે સ્વર્ગ જ લાગે છે કયારેય તો એમ પણ થાય કે નીસરણી હોય તો એક સફર આકાશની પણ થઈ જાય. અમુક સમયે પક્ષીઓ ઊડતાં જોવા મળે છે તો કયારેય વિમાન પણ ઘોંઘાટ સાથે નીકળે છે.
કોરોના કાળની વાત કરું તો આ કોરોના કાળમાં એડજસ્ટ થઈ ને માનવી જીવી રહ્યો હતો ત્યારે ધરતીની અસર આકાશ તરફ પણ જોવા મળતી હતી. નથી કોઈ પક્ષીઓનો કલરવ કે નથી વિમાનની ઘોંઘાટ ! દરેક વ્યક્તિ વિચારોમાં રહેતો કે કાલે આ દુનિયામાં મારી હાજરી હશે કે આકાશમાં સફર કરતો હશે..? એવું પણ ફીલ થતું કે કદાચ આકાશમાં જગ્યા હોત તો ત્યાં પણ માનવીના જીવ બચાવવા હોસ્પિટલ કે વેન્ટિલેટરની સુવિધા ઉપલબ્ધ કરી શકત આજ દરેક એક માનવી પોતાનો જીવ બચાવવા માટે પ્રયત્ન કરી રહ્યો છે.
પહેલાં માણસ આકાશમાં ખરતાં તારા ને જોઈને કંઈક વીશ માંગતો હતો પણ હવે માણસ વિચારે છે કે શું વીશ પૂર્ણ થશે ખરી ? કારણ સમય જ બહુ અઘરો અને આકરો થઈ રહ્યો છે કે માણસ ને માણસ પર પણ વિશ્વાસ નથી. આકાશમાં જેમ આકાશ અને વાદળો વચ્ચે જે અંતર બન્યું હોય છે તે જ અંતર અત્યારે ધરતી પર માણસનું બનેલું છે દરેક માણસ પોતાનો જીવ બચાવવા વાદળોની જેમ ભાગદોડ કરે છે ચાંદ પોતાનો ચહેરો કયારેય કયારેય વાદળો પાછળ સંતાડે છે એમ જ માણસ પોતાનાનો ચહેરો માસ્કની અંદર સંતાડે છે. વરસાદની રાહમાં આખુંય આકાશ કાળું ભમ્મર થઈ જાય છે એ જ રીતે ધરતી પર કોરાનાથી આખીય ધરતી કંપી રહી છે. જેમ વીજળીના કડાકા આકાશમાં થોડી વાર માટે ફેલાઈ છે એ જ રીતે ધરતી પર હોસ્પિટલમાં કોરોનાથી આખુંય વિશ્વ ડગમગી રહ્યું છે.
એલિયનની જેવું મનુષ્ય જીવન પણ હોત તો આપણે પણ કોઈ મીલ ગયાની જેમ આકાશમાં કોઈ એક વાદળના ઘરમાં આપણે પણ સંતાઈ જાત અને તારાઓ સાથે સંતાકુકડી રમી લેતા હોત !
બસ નાની એવી અપેક્ષા છે કે આકાશમાં એક એક તારો ટમકે છે એ જ રીતે વિશ્વનો દરેક વ્યક્તિ કોરોના સામે લડત આપી પોતાનું જીવન ચમકાવે અને પરિવાર સાથે ફરી આનંદની પળો વીતાવે.
