આધુનિક પ્રેમ
આધુનિક પ્રેમ
"સૌરભ, તારી ફ્લાઈટ કેટલા વાગ્યાની છે? " શ્વેતાએ પૂછ્યું,
"સાડા નવ વાગ્યાની. તું શા માટે ધક્કો ખાય છે?"
"ના ડીયર, તું પછી ચાર દિવસ નથી મળવાનો. હું એરપોર્ટ પર તો આવીશ જ."
કેટલો પ્રેમ. સૌરભે વિચાર્યુ.
અને શ્વેતાએ મેસેજ નાખ્યો,"સાડા નવે એરપોર્ટ બહાર મળીએ."
સૌરભે દીપાને મેસેજ કર્યો,"સાડાનવની ફ્લાઈટમા મળીએ."
"દીપક મારે ઓફિસના કામસર દિલ્હી જવાનું છે. સાડાનવની ફ્લાઈટમાં.એરપોર્ટ પર આવીશ ?"
દીપકે ખુશી ખુશી હા પાડી અને શ્વેતાને રીપ્લાય કર્યો," ચોક્કસ મળીએ."

