આ કેવો નિર્ણય?
આ કેવો નિર્ણય?


લાલજી, છૂટક રોજીરોટી મેળવતો એક મજૂર. એક જર્જરિત છાપરામાં રહેતો. એની સાથે એની પત્ની અને એક દીકરી. દિકરો પણ હતો પણ ખૂબ નાનો. મને પાંચ વરસનો.
લાલજી ભલે ગરીબ હતો, ચિંથરેહાલ હતો પણ એ સ્વભાવનો સારો હતો. આજુબાજુમાં બધાને ખબર હતી કે મદદ કરવાની આવે તો લાલજી જેવું કોઈ નહિ.
દીકરી યુવાન થઈ હતી,એને પરણાવવાની હતું. લાલજી ને આ ચિંતા કોરી ખાતી હતી. સદનસીબે એક સારા છોકરાનું માંગુ આવ્યું. છોકરો પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતો હતો. મહિને દસ હાજર કમાઈ લેતો હતો. લાલજી ને છોકરો ગમ્યો, પણ આની હાલત બાર સાંધો ત્યાં તેર તૂટે એવી હતી. દીકરીના લગ્ન કેમ કરી ને કરશે? રોજની આવક તો રોજ ખર્ચાઈ જાય છે. અત્યારે દીકરીની સગાઈ કરી લઈએ. લગ્નના ખર્ચ માટે કરવું પાડશે....!
બીજા દિવસે સમાચાર આવ્યા કે લાલજી નું સરકારી બસની અડફેટે એક્સિડન્ટ થયું છે. અને એ મૃત્યુ પામ્યો છે. એના પરિવાર પર આભ તૂટી પડયો. એને ઘરે લાવવામાં આવ્યો. બધી અંતિમક્રિયા પૂર્ણ કરવામાં આવી.
થોડા દિવસ પછી જાણ થઈ કે લાલજીનું મૃત્યુ સરકારી બસની અડફેટે થયું હોવાથી સરકાર તરફથી બે લાખ રૂપિયા મળવાના છે. હવે આમાં ખુશ થવું કે દુઃખી. લાલજીની દીકરી અમુક કાગળ શોધતી હતી. બધા કાગળ માતાજીની છબી પાછળ રાખતા. છાપરામાં એવી કોઈ સગવડતા નહોતી કે કબાટ ન્હોતો. એની દીકરી શોડી રહી હતી ને એક મોટો કાગળ હાથમાં આવ્યો. એણે ખોલી ને જોયું તો એમાં લખ્યું હતું કે,
" બેટા કોમલ, તારી સિવાય તો કોઈ ને વાચતા નહિ આવડે. એટલે તને જણાવું છું. આજે મે નક્કી કર્યું છે કે તારા લગ્ન સારી રીતે કરવા છે. આમ ક્યાં સુધી ગરીબીમાં રહીશું. મેં બહુ વિચાર કર્યો અને મને એક જ રસ્તો દેખાયો. મેં કોઈકને વાત કરતા સાંભળ્યું હતું કે સરકારી વાહન આડે મૃત્યુ થાય તો સરકાર તરફથી પૈસા મળે. એટલે મેં આ રસ્તો અપનાવ્યો. આ કાગળ મળશે ત્યારે હું હાજર નહિ હોવ! જે પૈસા મળે એનાથી તારા લગ્ન સારી રીતે કરજો. એક નાનકડું પણ પાકું મકાન લેજો અને તારા ભાઈને સારી રીતે ભણાવજે..તારો અભાગિયો પિતા.. "
આ વાંચી કોમલ પોક મૂકીને રડી પડી. એની માતાને જણાવ્યું. એ પણ ખૂબ રડી. આ તારા બાપુને શું સૂઝ્યું!? બંને ખૂબ રડી રહ્યા હતાં. એ લોકોના હાથમાં પૈસા આવ્યા. લાલજી એ જેમ કાગળમાં કહ્યું હતું એમ જ કર્યું. હવે એ લોકો પહેલા કરતાં સારી રીતે જીવી રહ્યા હતાં...
કેવો હતો આ નિર્ણય લાલજીનો? ગરીબ પાસે ફક્ત પોતાનું શરીર જ એક મૂડી હોય છે....!