Hurry up! before its gone. Grab the BESTSELLERS now.
Hurry up! before its gone. Grab the BESTSELLERS now.

Bhavna Bhatt

Crime Others


3  

Bhavna Bhatt

Crime Others


આ દુનિયાની રીત

આ દુનિયાની રીત

4 mins 367 4 mins 367

એ દુનિયા તારી રીત નિરાલી છે. આ દુનિયામાં લોકો તમારાં દુઃખમાં સહભાગી થવા નહીં પણ તમાશોજ જુવા આવે છે અને તમાશો જોઈને રાજી થાય છે. આ દુનિયા એટલે સગાંવહાલાં, સંબધી. બાકી આખી દુનિયામાં તો લોકો ને પારકી પંચાતમાં શું રસ હોય ?

આ વાત છે આશરે એકવીસ વર્ષ પહેલાંની. મણિનગરમાં રહેતા એક મધ્યમ વર્ગના પરિવારની. લગ્ન પછી સાસરેથી જબરદસ્તી જુદા કાઢ્યા હતાં. રવિશ અને ભૂમિકા. રવિશ અને ભૂમિકા સાસરીમાં સૌથી મોટાં હતાં પછી બે દિયર અને એક નણંદ. પણ સાસરીમાંથી નાનાં દિકરાને ભેગો રાખીને બાકીના બે દિકરીઓને જુદા રહેવા મોકલ્યા.

રવિશ અને ભૂમિકાને બે સંતાનો હતા. મોટી દિકરી માનષી અને નાનો દિકરો જતન. નવરાત્રીની પૂજામાં ભૂમિકા એ સોનાના દાગીના પહેર્યા હતા એ નોમની રાત્રે ઉતારીને તિજોરીમાં મૂક્યાં. દશેરાએ સવારથીજ ભૂમિકા ને તાવ અને ચક્કર આવે છે. એ ઘરમાં એકલી જ હોય છે. રવિશ છોકરાઓને લઈને પિતાને ઘેર જાય છે. કારણકે દશેરાના દિવસ હોય છે એટલે ભૂમિકાના સાસરે બધાંનો ફાફડા જલેબીનો પ્રોગ્રામ હોય છે. ભૂમિકાને તબિયત બરાબર નહોવાથી એણે રવિશ ને કહ્યું કે એ થોડીવાર આરામ કરીને રીક્ષામાં આવી જશે. એટલે રવિશ છોકરાઓ ને લઈને જતો રહ્યો.

અગિયાર વાગ્યા એટલે સાસરેથી ટેલિફોન આવ્યો કે 'કેટલી વાર છે તારે ?' ભૂમિકા કહે 'બસ આવી દશ મિનિટમાં.'

ભૂમિકા લોકો જે ઘરમાં રહેતા હતા એ ઘરને બે દરવાજા હતાં. એક આગળ અને બીજો પાછળ દરવાજો હતો. પાછળના દરવાજેથી બહાર બાથરૂમ હતું તો ભૂમિકા બાથરૂમમાં જઈને હડબડાટમાં પાછળનો દરવાજો બંધ કર્યો પણ સ્ટોપર બહું ફિટ હતી તો એને એમ કે વખાઈ ગઈ છે અને એણે આગળનો મેઈન દરવાજો બંધ કરી લોક કરીને રીક્ષામાં બેસીને સાસરે ગઈ. ત્યાં બધા રાહ જોતાં હોય છે પણ ભૂમિકાને ઠીક ન હોવાથી કંઈ જમતી નથી ખાલી લીંબુ શરબત પીવે છે. બધાં જ ભેગા થયેલા એટલે જમીને પરવારી ને વાતોચીતો કરતાં ત્રણ વાગ્યા એટલે ભૂમિકા એ રવિશ ને કહ્યું કે હવે ઘરે જઈએ મારાથી બેસી નથી રહેવાતું. એટલે આવજો જજો કરીને રવિશ અને ભૂમિકા બાળકો ને લઈને ઘરે આવ્યા.

ઘરે આવી મેઈન દરવાજો ખોલ્યો અને અંદર પ્રવેશ્યા ત્યાંજ ભૂમિકા ની નજર પાછળ ના દરવાજા પર પડી એ દરવાજો આખો ખુલ્લો હતો. એટલે એ દોડી અને બધું ચેક કરવા લાગી. રવિશ તો દરવાજો ખોલ્યો ત્યાંથીજ ભૂમિકાને બોલવાનું ચાલુ કર્યું હતું. ભૂમિકા એ બેડરૂમમાં જઈને જોયું તો તિજોરી પણ ખુલ્લી હતી. બધું ફેદાઈ ગયેલું હતું. અને એણે આગલા દિવસે ઉતારેલા દાગીના અને રોકડ રકમ અને ભારે સાડીઓ બધું જ ગાયબ હતું અરે એથી પણ વધુ જતન સાત વર્ષનો હતો પણ વારતહેવારે મળેલાં રૂપિયા એક ગલ્લામાં નાંખતો હતો એ ગલ્લો પણ ચોરાઈ ગયો હતો.

ભૂમિકા એ જોરથી ચીસ પાડી અને ગાંડા ની જેમ પોક મૂકીને રડવા લાગી. આ જોઈ બાળકો પણ રડવા લાગ્યા. અને રવિશના ઘાંટા ચાલુ થઈ ગયા. ભરબપોરે આવી રડારોળ સાંભળીને આજુબાજુના ભેગા થઈ ગયા. રવિશે એનાં પિતાને ફોન કરી વાત કરી એ લોકો તો આવીને ભૂમિકાને દોષિત ઠેરવી બોલવા લાગ્યા.

પછી રામબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવા ગયા. ત્યાં પોલીસ પણ ઉલટ તપાસમાં ભૂમિકાને જ હેરાન પરેશાન કરી દીધી. ભૂમિકા રડતાં રડતાં એકજ વાત કહે હું તો કંઈ જાણતી નથી અને મારાંજ ઘરમાં હું ચોરી કરાવું ? પણ પોલીસ તો એમની રીતે જ તપાસ કરે એ એમની ફરજ છે. ફરિયાદ લખાવીને ઘરે આવ્યા. આજુબાજુના બધાં તમાશો જોવા આવે અને ગુસપુસ કરે કે વેતાજ નથી ત્યારે તો ભરબપોરે ચોરી થઈ.

બહું પોતાને હોશિયાર સમજતી હતી તે બધી જ હોંશિયાર નિકળી ગઈ. બુધ્ધિ વગરનીજ છે આ બૈરી ... વિગેરે વિગેરે વાતો કરવા લાગ્યા. પણ કોઈ ભૂમિકાની માનસિક સ્થિતિનો વિચાર નથી કરતું. થોડીવારમાં પોલીસ ની ગાડી આવે છે અને ઘરમાં બધું ચેક કર્યું. 'તિજોરીની ચાવી ક્યાં મૂકો છો ?

અને પાછળનો દરવાજો ભૂલથી રહી ગયો હતો કે હાથે કરીને ખુલ્લો રાખ્યો હતો ?'

ભૂમિકા તો જવાબ આપી આપી ને થાકી ગઈ હતી. સવાલોના જવાબ લખીને કાગળ માં સહીં કરાવી..

પોલીસ સ્ટેશનથી ડોગ સ્કવોડ બોલાવી. ડોગને બધું સુઘાડીયુ. ડોગ પાછળના દરવાજે થી ઝાંપામાંથી સોસાયટીના નાકાં પાસે જ અટકી જાય. સોસાયટી ની નાકા પાસેથી મેઈન રોડ હતો. તો એથી આગળ કશું જાણી શકાયું જ નહીં. બેથી ત્રણ વખત ડોગે એવું જ કર્યું. પછી પોલીસને પણ બીજા કેસ હોય એટલે તપાસ કરીશું કહીને જતી રહી.

આ બધી વિધિ પતતા રાત્રીના આઠ વાગ્યા પણ ના સાસરીયા નાં લોકો એ કે ના બીજા કોઈએ ભૂમિકા, રવિશ કે બાળકો ને ચા, કોફી, શરબત પીવો કે બનાવી દઉં એવું કોઈ એ કહ્યું જ નહીં. ભૂમિકાની તો રડી રડીને હાલાત જ ખુબ ખરાબ થઈ ગઈ હતી. સાસરી પક્ષના બધાં ઊભા થયા કે હવે અમે ઘરે જઈએ. આ તો ગયેલું થોડું પાછું આવે હવે સાચવતાં શીખો એમ કહીને કહે આજે દશેરા છે તો કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડમાં રાવણ પ્રગટાવશે તો અમે તો અમારાં છોકરાઓને જોવા લઈ જઈએ. એ લોકો બિચારા કંટાળી ગયા આ રોકકળ જોઈને એમ કહી જતાં રહ્યાં.

આ દુનિયાની આ રીત નિરાલી છે... કે એમને માનષી નવ વર્ષની અને જતન સાત વર્ષનો જ હતો તો એમને પણ સાથે લઈ જઈ એ કે છોકરાઓ ને કંઈક ખવડાવીએ એવો વિચાર શુધ્ધા ના આવ્યો. પણ રે સ્વાર્થી દુનિયા એ લોકો જતાં રહ્યાં. પછી આ ચાર એકલાં પડ્યાં અને ભેટીને ખુબ જ રડ્યા. ભૂમિકાના ઘરની પાછળનો કોટ હતો. પછી બીજી સોસાયટી ચાલુ થતી હતી. એ કોટ કૂદીને કિરણબેન આવ્યા અને ભૂમિકાને આશ્વાસન આપ્યું અને પુછ્યું 'તમે લોકો જમ્યા ?'

ભૂમિકા કહે 'ના..'

કિરણબેન કહે 'છોકરાઓનો શો વાંક તમે રડો એટલે એ ગભરાઈ જાય તમે થોડું જમો અને છોકરાઓ ને જમાડો. હું ફટાફટ શાક ભાખરી બનાવીને આપું.'

ભૂમિકા અને રવિશે ઘણી ના કહી પણ કિરણબેન ઘરે જઈને ભાખરીઓ કરીને ગાંઠિયાનું શાક બનાવીને કોટ પરથી કૂદીને સમજાવીને છોકરાઓ ને અને રવિશ અને ભૂમિકાને જમાડી ગયા. આ દુનિયાની રીત નિરાલી છે. પોતાના પૂછવા પણ ના રહ્યા અને પારકાં જમાડીને દિલાસો આપી ગયા.


Rate this content
Log in

More gujarati story from Bhavna Bhatt

Similar gujarati story from Crime