૭ દિવસ નર્કનાં
૭ દિવસ નર્કનાં
વૃદ્ધ આંખોથી હું બારીની બહાર ડોકાઈ રહ્યો હતો રસ્તા પર વાહનોની ચહેલ પહેલ હતી, પરંતુ અચાનક વાહનોનાં અવાજમાં મને એક અજંપા ભરેલ શાંતિ બાજુ ખેંચી ગયો એવું દ્રશ્ય મારી નજર સામે આવ્યું ! કારણ દ્રશ્ય મારી આંખ સામે આવતા જ હું મારી યુવાનીનાં એ સાત દિવસમાં ખોવાઈ ગયો જે ધરતી પર નર્કનો મને અનુભવ કરાવી ગયા હતાં, કારણ એ દ્રશ્ય બિલકુલ એજ હતું જે આજથી ૬૦થી ૭૦ વરસ પહેલાં મારી જોડે બની ગયેલ હતું જેને કારણે મને દિવસ નર્ક નાં ધરતી પર ભોગવવા પડ્યા હતાં.
વાત છે આજથી ૬૦ થી ૭૦ વરસ પહેલાંની, અમારા ઘરમાં મારી બેન ના વેવિશાળનો પ્રસંગ આવ્યો હોવાથી હું એ દિવસે મારા પિતાજી માટે મે અગરબત્તી વહેચી ભેગા કરેલા પૈસામાંથી એક જોડ કપડાં લેવા બજાર માં ગયેલો, મારી પાસે વાહન ન હોવાથી ચાલતા ગયેલ, પિતાજી માટે મે ખુબજ સારો લાગે એવો કુર્તો પાયજામો લીધા. પૈસા આપી અને હું દુકાનમાંથી નીકળ્યો થયું ચાલતા અવ્યો છું વળતા કૈક શરબત કે એવું પીતો જાઉં ! હું શરબત પીતો હતો એવામાં બાજુમાં એક શખ્સ અવ્યો કહે મને રસ્તો ઓળંગવો છે આંખે જોઈ નથી શકતો મદદ કરશો ? થયું અંધ છે મદદ કરું વિચાર કરી અંધ ને હાથ પકડી રસ્તો ઓળંગવામાં મદદ કરી અડધો રસ્તો પસાર થયો ત્યાં પૂરપાટ ગતિમાં વાહન આવ્યું મને કઈજ સમજાય એ પહેલાં મને મોઢે કપડું નાંખી ગાડીમાં પછાડી દીધો !
કઈ જ અવાજ આવતો ન હતો, અચાનક મે રસ્તો પસાર કરાવડાવ્યો હતો એ માણસ એ મારા મોઢા પરથી કપડું કાઢ્યું અને મોઢા પર રહેલ મોટી મોટી મૂછો ને તાવ દેવા લાગ્યો કહે બોલતો નહીં કઈજ. એ એના મોઢા પર મારો તો કપડું કહી ધમકાવતી નજર અને અવાજે સાથે રહેલ પાંચ હાથ પૂરા બે ગુંડા ને કહ્યું, બંને ની નજર મારી સામે હતી મારું ગળું પકડી કહ્યું એ હોશિયાર ડાયો શેનો થાય છે હે ! સામે સેનો જોવે છે કહી બીજા એ મારું માથું વાળ થી પકડી નીચે પછાડ્યું અને પેલા મુખ્ય માણસે મારી મોઢે કપડાંનો ડૂચો માર્યો. મે ઈશારાથી કહ્યું મને કૈક બોલવા તો દો પગે લાગ્યો એમણે પણ પેલો મુખ્ય માણસ બંધુક મારી સામે કરી આંખ મોટી કરી બોલ્યો એ શબ્દ ન જોઈએ મોઢામાંથી,બઉ પાંખ આવી છે નઈ ! કરી એને મારું માથું વાળ થી પકડ્યું, ખુબજ આઘે આઘે ગાડી ચાલતી ગઈ મોટે થી ગાડી માં સંગીત વાગતું હતું ખુબજ દારૂની વાસ આવતી હતી અને સિગારેટ નો ધુવડો મારા નાકમાં સતત આવતો હતો.
મને એક અંધારી જગ્યા એ લઈ જવામાં આવ્યો જ્યાં ધોળા દિવસે અમાસ ની રાત જેવું અંધારું જોવા મળ્યું,મારી આંખ આડા પટ્ટા બાંધી દીધા હતાં થોડો રસ્તો ગયો એટલે માટે મને ખ્યાલ પણ ન હતો કે મને કંઈ બાજુ લઈ જઈ રહ્યા છે ! મને એક અંધારિયા ઓરડા માં ઘા કરવામાં આવ્યો અને પાંચ થી આઠ મોટા મોટા કદ ધરાવતા માણસો મારી ગોળ ફરતે ગોઠવી દેવામાં આવ્યા અને મને ઘા કરી મુખ્ય માણસ ચાલ્યો ગયો એના માણસો ને મને સોંપી ને ! મને કઈજ સમજવામાં આવે એ પહેલાં એ બધા એ ભેગા થઈ મારા પગ માં મોટા મોટા દોરડા બાંધ્યા અને મને ઊંધો લટકાવી દીધો એને પોતે બધા ફરતા બેસી ગયા નીચે ખાટલા ઢાળીને, સિગારેટ નાં ધુમાડા અને દારૂ ની તીવ્ર વાસ માં એ લોકો એ તાપણું કરે એમ એક લાકડી જેવું બાંધી એમાં મરઘી ને ટીંગાડી અને બધાજ એને ખાવા માટે થોડા સમય માં બેઠા મોટા અવાજે ગીત વાગતા તા બધાજ દારૂ ની બોટલ હાથ માં લઇ નાચતા તા મારી ફરતે મને કઈજ સમજવામાં આવતું ન હતું.
રાત પડી પેલો મુખ્ય ગુંડો આવ્યો બોલ્યો ઉતરી દ્યો હોશિયાર ને નીચે મારી કહે મારી નાખશું બાકી ત્યારે શાંતિ થશે મારા કાળજાને કહી મારી પર ખુંનસ ઉતરતા બોલ્યો હાલ એ હોશિયાર નીચે ઉતર કહી નીચે મને પછાડ્યો પગ મારા બાંધેલ રાખ્યા હાથથી પકડી ઊભો કર્યો ભીતમાં ઘા કરી બોલ્યો કાલે તૈયાર થઈ જજે સવારે હમજ્યો ! કહી મારી સામે મૂછ નાં અકડા ચડાવી ચાલતો થઈ ગયો. મને કઈજ સમજવાનું આવે એ પહેલાં જ મને ઘા કરી બે ચાર મોટા મિલ માલિક નાં ફોટા આપ્યા કહ્યું જોયું ને આજે મારા બોસે તને કેમ ફસાવ્યો ! તારે એમ જ આ બધા માંથી રોજ એક એક ઉપડ્વાના છે ! કહી બોલ્યો હવે હામે હું જોવે છે ડોળા કાઢી ને હુઇ જા હવારે તારે નીકળવાનું છે એમાંથી કોઈ એક ને બાંધી ને અહી લયાવાવા માટે ! હામજ્યો કહી મને પટ્ટો મારી ધક્કો મારી બાંધી દીધો થાંભલા માં અને પોતે બાજુમાં બેસી ગયો !
કહે ભાઈ તમારા બોસ એમ કેમ કહેતા તા મને મારી નાંખશે ? પેલો બોલ્યો એ હોશિયાર જાજી હોશિયારી નઈ હમજયો ! અને ડરમાં ને ડર માં આખી રાત હું જાગ્યો, મારી બેન ના એક બાજુ વેવિશાળ હતાં એમાં મારી સાથે એવું બન્યું મને થયું વહેલી સવારે ભાગી જઈશ,સવારના ૩વાગ્યા હતાં બધાજ નીંદરમાં લાગ્યા મે પ્રયત્ન કર્યો નીકળવાની માટે પરંતુ એવામાં પેલો મુખ્ય ગુંડો અવ્યો મારા પેટમાં પાટું મારી કે એ હોશિયાર હું છે ! હોશિયારી કરી છેને તો તારો બાપ જીવતો નઈ રે હો ! મે કહ્યુ ભાઈ મને જવા દો મારી બેનના વેવિશાળ છે બોલ્યો એ વાયડા ! અમે ખબર આપી દીધા છે હંજ્યો ! કે તને કામ મળ્યું છે પૈસા ઘણા મળવાના છે તો તારો બાપ બોલ્યો છે ભલે એ પૈસા કમાય અમારે જરૂર છે, હું બોલ્યો અરે તમે શું કીધું મારા પિતાજી ને ! તો કહે એ હોશિયાર તું એકજ હોશિયાર છે હું હે ! અમે કીધું છે તને એક અગરબત્તીનુજ કામ મળ્યું છે સારું ;મને નવાઈ લાગી તમને મારા ઘરનું સરનામું મારા કામ કરવાનું શું છે બધુજ કેમ ખ્યાલ અવ્યો ! એ બોલ્યો ડોબા તારો પ્રશ્ન નથી એ હમજયો ! કહી મને માથું મારું પછાડી મોઢામાં પાછું કપડું રાખી ચાલ્યો ગયો.
થોડી વારમાં એનો માણસ એક આવ્યો બા'રથી મને કહે ચાલ અમારી હારે જો આ માણસ ને તારે આજે પકડી ને લયાવાનો છે હૈમજો ? મે કહ્યું એ ભાઈ મારી પાસે એમ તમે માણસો ઉપાડી આવવાનો ગુનો ન કરાવો બધા માણસો ને પોતાનો પરિવાર હોય મારે કારણે કોઈ પોતાનો પિતા ખોવે કોક બાપ કોઈ પતિ તો કોઈ ભાઈ મારાથી નહિ થાય, બોલ્યો ત્યાં પેલો મુખ્ય ગુંડો અવ્યો કહે એ ઊભો થયો નથી હજી હે તું જાય છે કે તારો બાપ ઉપર જાય હે ! હું ખુબજ ડરી ગયો કહ્યું ભલે કે'શો એ કરીશ મારા પિતાજી ને કઈજ કરતા નહિ. મારી પાસે અંધ બની ને ગુનાહિત કાર્ય કરાવડાવ્યું સાંજ પડતાં એ મિલ માલિક ને લયાવ્યો હું, એ બધા એ ભેગા થઈ એને મારી નાંખ્યો હું જોતોજ રહી ગયો ને એને એનું ખુબજ ખરાબ રીતે ખૂન કરી નાખ્યું ! થયું એમ કેમ કર્યું હશે ?
રોજ આ રીતે નઈ નઈ તો રોજના બે માણસ મારી પાસે ગુનો કરી લયાવે અને મારી નાખે કોઈ ને ગળું કાપી ને કોઈ ને પેટમાં છરી મારી ને તો કોઈને એસિડ નાંખી ને પરંતુ મારાથી પાંચ દિવસ થવા આવ્યા રહેવાયું નહિ મે નક્કી કર્યું આજે જે વ્યક્તિ ને લયાવું એનું શું કરે છે જોવું છે મારે, હું એક મિલ માલિક ને લઈ ને અવ્યો એને પટ્ટો ગળા માં નાંખી મારી નાંખી અને બિચારાને મારી નાખ્યો પછી એના સગા ને ફોન કર્યો પૈસા માગ્યા પૈસા લેવા ગયા સામે કહ્યું તમારું વ્યક્તિ તમને મળી જશે એક કલાક માં અને પછી પૈસા ની સામે એ વ્યક્તિ નાં ગાળેલા હાડકા પો'ચતાં અને રાત પડી એટલે એક માણસ અવ્યો બરફમાંથી એણે મિલ માલિક ને કાઢ્યો અને એને ચિરી અને એમાંથી કિડની કાઢી નાખી અને હાથ તોડી એમાંથી થોડા હાડકા કાઢી ભરી લીધા અને એજ હાડકા એને એના પરિવારના સભ્યો ને દીધા, પરંતુ એટલા મરણ થાય આ માણસ પકડાતો નહિ પરંતુ મે નક્કી કર્યું મારે આને પકડવો છે પોલીસ ને આપવો છે, છઠ્ઠા દિવસે મને એક યુક્તિ સૂઝી મે એને કહ્યું મને ભાગીદારી આપીશ બોલ ! તો હું એક મિલ માલિક ને ઓળખુ છું ! હું આજનો દિવસ જવા દે બધુજ બાતમી તને લાયાવી આપુ ને જોડે એ મિલ માલિક ને પણ ! તો બોલ્યો હોશિયાર છે હોશિયાર હો બાકી હલ તૈયે જા તું તો કહી મને જવા દીધો ! હું ગયો સીધો પોલીસ પાસે, પોલીસ જોડે યુક્તિ બનાવી અને સાતમા દિવસે એક પોલીસવાળો મારી જોડે અવ્યો મિલ માલિક બનીને અને પછી તો શું હતી વાત પોલીસ એ પોતાનું સુજ બુજથી એ આખી ગેંગ ને પકડી પાડી રંગેલા હાથે કહ્યું હું પોલીસ વાળો હતો કોઈ મિલ માલિક નહિ ચારે બાજુ પોલીસ ગોઠવેલ રાખી હતી અને જેવું બધુજ બહાર આવી ગયું બધાજ પોલીસવાળા અંદર આવી ગયા અને ગેંગ ને પકડી પાડી પરંતુ મારી જિંદગીનાં એ ૭ દિવસ નર્ક નાં હતાંં જે આજે એક મારી જેમ જ યુવક હતો એ અંધ વ્યક્તિને રસ્તો પાર કરાવતો હતો એ દ્રશ્ય જોતા મને અંતર પટમાં તાજુ થયું એને હું ઊતરી ગયો મારા એ ૭ દિવસ નર્કનાં હતાંં એમાં.
