STORYMIRROR

Chaitanya Joshi

Romance

3  

Chaitanya Joshi

Romance

યુવાની...!

યુવાની...!

1 min
27K


કૈંક આશાને અરમાનો લઈને આવે છે યુવાની.

તનબદનમાં અવનવું જોશ પ્રગટાવે છે યુવાની.


શરીર સૌષ્ઠવ પણ દિનપ્રતિદિન નીખરી જતું,

મનમાં નિતનવા ઉત્સાહને જગાવે છે યુવાની.


મોજશોખની મધલાળમાં મન ભ્રમર બનીને,

સપ્તરંગી દુનિયાને સન્મુખ સજાવે છે યુવાની.


વાત વડિલોની પેઢીઅંતરે ગળે ના પણ ઊતરે,

આવેશને આવેગમાં તડફડ બોલાવે છે યુવાની.


કદી વ્યક્તિ વિજાતીયના નયનકટાક્ષે હારતી,

ધબકતા ઝંકૃત ઉરને રખે બદલાવે છે યુવાની.




Rate this content
Log in

Similar gujarati poem from Romance