Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rupal Sanghavi

Classics

4  

Rupal Sanghavi

Classics

યુદ્ધ એ જ કલ્યાણ

યુદ્ધ એ જ કલ્યાણ

1 min
451


દાવ આખરી

ખેલતા, હારી ગયા

લાજ ઘરની.


ભાન ભુલ્યો કૈં

ધર્મરાજ પણ, કો

કર્મ સંયોગે.


ધન, વૈભવ,

રાજ્ય ને બાંધવ સૌ

દાવમાં યાજ્ઞિ.


આખરી દાવે

બેઠા નતમસ્તક

સઘળું હારી.


દુર્યોધનનું

હાસ્ય ગુંજે સભામાં,

મૌન વડીલો.


કર્યો આદેશ

દુશાશન ને, જઈ

લાવ દાસીને.


બેસાડ અહીં,

આ મારી જાનું પર

દ્રુપદકન્યા.


એકવસ્ત્રમાં 

રજસ્વલા એકાંત

આવાસે હતી.


આર્યને કહો,

ન પાળી શકું આજ્ઞા

આ દિવસો માં.


દુશાશન તો,

પકડ્યા મુક્ત કેશ

ઢસડી ગયો.


જ્યાં હતી એ

અધર્મસભા બેઠી,

બિછાવી બાજી.


સવાલ પૂછ્યો

માત્ર એક, સતીએ

પાંચે પતિ ને.


શું વસ્તુ છે સ્ત્રી ?

માતૃ વચને બાંટી

જુગટે હાર્યા.!


મહારથીઓ

મૌન પણે સૌ બેઠા

નતમસ્તક.


અહંકારી આ

દાસીને નિર્વસ્ત્ર કર,

ઓ દુશાશન.


પાલવ ઝાલ્યો

ખેંચવા લાગ્યો વસ્ત્ર,

યાજ્ઞસેની નાં.


અસહાય થૈ

પુકારે, નિઃસહાય

પતિઓ ને એ.


હવે કેશવ,

શ્યામ સખા ઉગારો,

તું હી સહારો.


કરી પ્રાર્થના,

એક છેડો વસ્ત્રનો

દાંતે દબાવ્યો.


મૈત્રી નિભાવે

ભક્ત વત્સલ, આવી

લાજ બચાવે.


ભીની આંખોમાં

ભરી અંગાર, યાજ્ઞિ

કરે સંકલ્પ.


શ્રાપ દઉં કે

ભસ્મીભૂત કરું, આ

અધર્મસભા.


અગન જ્વાળા

ભીતર કૈં, ઉઠતી

પ્રતિશોધ ની.


દુશાશન ના

રક્તથી રંગી, કેશ

પછી જ બાંધું.


વિદાય લૈ ને

માતાની, સૌ નીકળ્યા 

ઘર બહાર.


બાર વર્ષ તો

વીત્યા, હવે શેષ છે

અજ્ઞાતવાસ.


સમય વીત્યો,

હતો સમય હવે

ધર્મયુદ્ધનો.


એક પ્રયત્ન,

યુદ્ધ રોકવા માટે

પાંડવો દ્વારા.


શાંતિ દૂત થૈ

શ્રી કૃષ્ણ ગયા, લઈ

શાંતિ સંદેશ.


પણ વિનાશે

હો, બુદ્ધિ વિપરીત

અધર્મીઓની.


રોકી ન શક્યા

પ્રભુ પણ આખર,

કાળચક્રને.


યુદ્ધ તો થયું,

પણ પ્રભુ નિશસ્ત્ર

પાંડવ પક્ષે.


અધર્મ પક્ષે

ચતુરંગી સેના, ને

અનેક યોદ્ધા.


મહારથીઓ

કુરુકુળ ના, અને

સૌ ગુરુજન.


સઘળા અહીં

વિપક્ષે ઉભા જઈ

સ્વજનો હતા.


પણ એકજ

શ્રી કૃષ્ણ, સારથી છે

ધર્મરથના.


આંતરદ્વન્દ,

અર્જુન ના મનમાં

ખુબજ ચાલ્યું.


રણભૂમિમાં,

સૌ સ્વજન અરે.!

કો થી લડવું.?


હાર તો મારી,

બેઉ તરફ થશે

રે કરુણતા.!


નથી લડવું,

સંહાર સ્વજનનો

નહિ થૈ શકે.


કહી અર્જુને,

છોડી દીધું ગાંડીવ

વિમાસણમાં.


તત્કાળ ધરી

વિરાટ રૂપ પ્રભુ,

ગીતા જ્ઞાન દૈ.


કહ્યું હે પાર્થ.!

કર્મ એ જ કર્તવ્ય,

લે શસ્ત્ર હાથ.


પરિણામની

ન આશ કર, બસ

કર્તવ્ય કર.


વિરાટ રૂપ

પ્રભુ દર્શન કરે,

ધન્ય સંજય.


સાંપ્રત કથા

કહે, આંખે દેખીને

ધૃતરાષ્ટ્રને.


ક્ષત્રિય તારો

ધર્મ છે, યુદ્ધ કર

સંગ્રામ કર.


પાર્થને કહો

ચડાવે બાણ, યુદ્ધ

એ જ કલ્યાણ.


Rate this content
Log in

Similar gujarati poem from Classics