યશોગાન
યશોગાન
રોજ સવાર પડતી
એજ નિત્યક્રમ ...
છાપા સાથે ચાની ચૂસકી
સાંભળ..
હા! બોલો ..
શરૂથાતી તેમની કરેલા કામની યશોગાન કથા..
વાહ
સરસ
ખૂબ સરસ
આ તો તમે જ કરી શકો
પ્રત્યુત્તરમાં એજ વારંવાર
એકના એક જવાબો
છતાં ..
મન વગર સાંભળું એ યશોગાન
ના! આપબડાઈની વાતો
મન થાય મૌન રહું
પણ ...ક્યાં શક્ય એ?
અર્ધાંગિની ...
તેની આશ્રિત...
હા! તેમની નજર નહીં જ પડે
કયારેય
કુંટુંબ ના અન્ય સભ્યોની સફળતા પર
વચ્ચેના પન્ના પર નાના સમાચાર પર
દિકરીના એશિયાડ રમતમાં પ્રથમ
આવ્યાના સમાચાર પર
દિકરાના સંગીત જલસાની
સફળતા પર
કે મારા સામાજિક કાર્યની લેવાયેલ નોંધ પર..
હક્ક નથી તેમનાથી અલગ ચિલો ચાતરવાનો...
તેમની પસંદથી અલગ રાહ લેવાનો
બસ...
સાંભળો ને હાજી હાજી કરો..
આજ તો કામ એક ભાર્યાનું
યશોગાન ગાયા કરું
મન મારી આંખ કાન બંધ કરી..
વાહ.
ખૂબ સરસ સાહેબ..
