યાદોનો અગનપંથી
યાદોનો અગનપંથી
હું સપના તેનાં જોઉં છું,
જેનાં સપને સપને હું ખોવાયો છું...
લખું છું કવિતા એનાં જ માટે,
જેનાં શબ્દે શબ્દે હું લખાયો છું...
કરું છું યાદ હંમેશા એને જ ,
જેની યાદો યાદોમાં હું વગોવાયો છું...
જોઉં છું રાહ હંમેશા એની જ તો,
જેના નસીબે નસીબે હું લખાયો છું...

