યાદોની ઉત્તરાયણ
યાદોની ઉત્તરાયણ


તે રંગબેરંગી પતંગોથી જુમતું આકાશ,
વાતવરણમાં કાપ્યો છે ના લાગતા અવાજો,
સ્પીકરોના કોલાહલો અને વાનગીની રમઝટ,
બધા જ દ્રશ્યો વચ્ચે ઉડીને આખે વળગતી યાદ.
અગાસી પર તેની રાહે, ઉડાવવા પતંગની ચાહે;
ભરી તેને બાહે, આપું ઢીલ લાગણીને અંતર માંહે,
તારી ફીરકી પકડવાની ઉત્કંઠા પણ શરમ નાક પર,
તે આંખોથી લાડવેલ પેચ ઉલ્લાસિત કરતાં સદાયે.
ઉતરાયણની યાદો કદાચ તહેવાર છે બધા માટે,
મારે તો તેની યાદોને વગોળવાનો એક જરિયો છે,
ઉપર આકાશમાં રંગોની જામે છે ભરપૂર મહેફિલ,
નીચે મારે તો માત્ર તેની યાદોનો જ દરિયો છે.