યાદ આવીશ
યાદ આવીશ
તું ખડખડાટ હસતી હોઈશ ત્યારે હું યાદ આવીશ,
તું ચોકલેટ ખાતી હોઈશ ત્યારે હું યાદ આવીશ,
તારી બાજુમાં કોઈ શાંત હશે અને
તને બકબક કરતી હું યાદ આવીશ,
કોઈ તારી કાળી-નખરાળી આંખોમાં જોશે
ત્યારે પણ તને હું જ યાદ આવીશ,
જ્યારે જ્યારે તું જરીક અમથું Smile કરીશ
ત્યારે ત્યારે તને હું ખરેખર યાદ આવીશ.

