STORYMIRROR

Dr.Riddhi Mehta

Tragedy Classics

4  

Dr.Riddhi Mehta

Tragedy Classics

યાદ આવે છે મને....

યાદ આવે છે મને....

1 min
312

યાદ આવે છે મને એ દિવસો......

જ્યારે બે દોસ્તારો મળીને નિશાળે જાતા,

દફતરનો ભાર પણ એકબીજા સાથે વહેંચી લેતા,


મોંઘો હોય કે સસ્તો નાસ્તો તો વહેંચીને જ ખાતા,

આજે તો વડીલો જ એકલાને નાસ્તો ખાવા સમજાવતાં.


જો કોઈ હોય ભાઈબંધ રૂપિયાથી નબળો,

એક ચોપડીમાં ભાઈબંધ ભેરૂ ભણીને નંબર લાવી દેતા.


અત્યારે તો સ્કૂલ જતા પણ બ્રાન્ડેડ વસ્તુઓની ડિમાન્ડો,

ભલે પછી ને સ્કૂલમાં જઈને ન કરે કઈ મોટો ધમાકો.


સસ્તા હતા ભણતર પણ માર્કસ આવતા મોંઘા,

લાખોની ફીમાં પણ અત્યારે માંડ પાસ થતા નબીરા.


બે રૂમના ઘરમાં પણ રહેતા વધતી ખાલી જગ્યા,

આજે મોટા બંગલામાં પણ પોતીકા ના સચવાતા.


એક રૂપિયાની ચોકલેટમાં તો કેવા મલકાતા,

એ પણ ભાઈ બહેન સાથે વહેંચીને જ ખાતા.


આખીય ડેરીમિલ્ક ખાતા અત્યારે કોઈ ન અચકાતા,

સામેવાળાને ના કહેવામાં ના કોઈ શરમાતા.


દિવાળી હોળી તો સાથે જ કરવામાં હોય મોજની મૂડી,

આજે તહેવારોમાં તો સૌને હોય રજા લઈને ફરવાની પડી,


વાંક નથી તમારો કે મારો, સમય બદલાયો છે આજે,

પૈસા હોય ત્યાં જ મળે છે સૌને મનમોહતાજની મૂડી !


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy