વ્યથાઓ એ રીતે એણે કવનમાં કૈદ
વ્યથાઓ એ રીતે એણે કવનમાં કૈદ
વ્યથાઓ એ રીતે એણે કવનમાં કૈદ રાખી છે,
કે જાણે મૌત ની આંખો કફનમાં કૈદ રાખી છે,
જે કબ્રસ્તાન છે તેને બગીચો કઇ રીતે કહેવો,
હજારો દુઃખ ભરી ઘટના નયનમાં કૈદ રાખી છે,
સદા ઘર ના સદસ્યોની બધી ઇચ્છા પુરી કરવા,
બધી ઈચ્છાઓ એણે, એના મન માં કૈદ રાખી છે,
લુટાવું છું હંમેશા એટલે સદભાવના મારી,
કદી ફૂલોએ ક્યાં ખુશ્બુ ચમન માં કૈદ રાખી છે,
વિદેશે જઇ વસેલા લાલને ચાહે છે માઁ 'મહેબુબ',
છતાં માટીની મમતાએ વતન માં કૈદ રાખી છે.
