વ્યથા મોરલાની
વ્યથા મોરલાની


આ આભ તરફ મીટ માંડી શોધું છું મારો હિસ્સો,
યાદ નથી આજે દિલથી ટહૂકવાનો એકપણ કિસ્સો…
રમણીયતા ફેરવાણી છે ધુમાડાના ગોટાઓમાં,
લાગતું નથી હવે આવશે કોઈ કળા કરવાનો અવસર મીઠો…
અરસાથી જોવું છું જેની અનહદ પ્રેમસભર વાટ,
હે માનવી તારા પાપે એ મારા મેહુલા ને પણ મેં દૂર દીઠો…