વ્યર્થ
વ્યર્થ
શાંત સ્વભાવ ધરાવનારને કદી સતાવતા નહિ,
અશાંત હોય તેવા લોકોને કદી વતાવતા નહિ.
સંતતિ, સંપત્તિનું અભિમાન ધરાવતા નહિ,
કોઈના ઘરમા કયારેય આગ લગાવતા નહિ.
કોઈની મજાક કરીને આનંદ મનાવતા નહિ,
જે લોકો મૌન છે તેમનું મુખ ખોલાવતા નહિ.
તમારી શક્તિ ગમે ત્યાં જઈ બતાવતા નહિ,
સમાજ વચ્ચે ખોટા નાટક ભજવતા નહિ.
સ્મશાને ગયેલા તેના લાકડા લજાવતા નહિ,
ધાક ધમકી આપી લોકોને કદી ડરાવતા નહિ.
આજકાલ કરી કોઈના કામ ઠેલવતા નહિ,
લોકોને ખોટી લાલચ આપી લલચાવતા નહિ.
કોઈ નિર્દોષને ખોટી રીતે કદી ફસાવતા નહિ,
કામ કઢાવવા વાહ વાહ કરી ફૂલાવતા નહિ.
મગજમાં ખોટી રીતે કદીપણ વિચારતા નહિ,
તમારું નામ લખવા આવે તો લખાવતા નહિ.
સાત જન્મનું ભેગું કરવા વૃતિ ધરાવતા નહિ,
લક્ષ્મીનો સદુપયોગ કરો બીજે વાપરતા નહિ.
લોકોની વચ્ચે તમારો રૂઆબ ચલાવતા નહિ,
તમે વ્યાજે રૂપિયા લઈ કદીય વાપરતા નહિ.
કોઈ લોકોની હાંસી મજાક ઉડાવતા નહિ,
તમે મંદિરમાં નામની તકતી લગાવતા નહિ.
કોઈનું નીતિનું કમાયેલું કદીય પડાવતા નહિ,
"પ્રવિણ" માનવદેહને વ્યર્થ ગુમાવતા નહિ.
