STORYMIRROR

Patel Padmaxi

Drama

3  

Patel Padmaxi

Drama

વતન

વતન

1 min
201

એક 'દી વતન કેરી પકડી જો વાટ,

ઉગ્યુ મનડે સંભારણા તણું પ્રભાત.


વાંકીચૂકી કેડીઓ પર ઝૂકેલી ડાળ,

મારગના રળિયામણા ઊંચેરા ઢાળ.


ગલીના છેડા પર નાનકડું તે જીર્ણ ઘર,

તાળુંથી રક્ષાયેલુ એકલ લઘરવઘર.


ઓટલાની ધૂળ પર અવાવરું પગલાં,

જામી ગયા જાળાંના ખૂણેખૂણે ઢગલા.


બાજુની આંબલીનો પડેલો કીચકો

સાવ સૂનો પડયો તો દોરડાંનો હિંચકો.


Rate this content
Log in

Similar gujarati poem from Drama