વસુધા + મેહ + મહેક = વસુમેહેક
વસુધા + મેહ + મહેક = વસુમેહેક
મોર ગંહેકતા મેહુલા મોહયા
દાદુર નાદ દરિયા દોહયા
ઝબકી વીજળી તેજ પ્રસાર્યા
ઘનઘોર ઘટાએ તેજ વિસાર્યા
બાદલ ગરજ્યા મેઘ મલ્હારે
નીરદ વરસ્યા નીર સથવારે
મહેકી વસુધા મન મૂકીને
નાચ્યા નીલકંઠ ચેન ચૂકીને
સોડમ સરકી સેજ સજાવે
બાદલ બરકી બિન બજાવે
વનમાં વા'લા વાયુ વછૂટ્યા
ફૂલમાં ફોરમ ફોકટ ફૂટ્યા
થઇ મહેકતી માટી મીઠડી
વસુમેહેક વધી વૃષ્ટિ ગોઠડી
ખુશ્બુ ખૂટી ઈશ ભંડારે
કળા કલાપિ કેશ કંડારે
મોર ગંહેકતા મેહુલા મોયા
વસુમેહેકે સુધબુધ ખોયા.