STORYMIRROR

Hemaxi Buch

Drama

3  

Hemaxi Buch

Drama

વસંત

વસંત

1 min
262

મન મહી રોજ જ ખીલે વસંત

એને ક્યાં જરૂર છે ઋતુચક્ર કે કેલેન્ડર ની,


હૈયે આવી વસે તું 

ને મારે તો પૂરબહાર ખીલી ઉઠે વાસંતી વાયરો,


ચોપાસ રંગીન મઘમઘતા ફૂલો

ક્યાંક રંગોની મહેફીલ સજે,


બસ ને આમ જ સજી ધજી ને 

સોળે કળા એ ખીલે મારું આ નાનું ઉપવન,


શું જોઈએ આથી વિશેષ?

તું, તારી હાજરી ને તારો પ્રેમ જ,


મારી સાચી વસંત ને મારું વેલેન્ટાઈન,

અને આમ પણ ખરું એ જ છે,


પ્રેમ અને પ્રેમી વગર તો 

ક્યાં થવાની વસંત? 


તારું હોવું એ જ માત્ર મારી

મઘમઘતી પૂરબહાર વસંત !


Rate this content
Log in

Similar gujarati poem from Drama