STORYMIRROR

Yashpal Bhalaiya

Inspirational

4  

Yashpal Bhalaiya

Inspirational

વર્તમાનમાં વર્ત્યા કર !

વર્તમાનમાં વર્ત્યા કર !

1 min
27.1K


વર્તમાનમાં વર્ત્યા કર,

તું વર્તમાનમાં વર્ત્યા કર

ભૂલી જા જે મારગ કાપ્યો

દૂર દેખતાની ચિંતા છોડ

સંભાળી ધરા જે પગતળ

વર્તમાનમાં...


આજુબાજુ તુ જોયા કર

આગે-પીછે ને તુ ટાળ

સામી છાતીએ લડ્યા કર

વર્તમાનમાં...


ભૂતકાળને ભાગી નાંખી

તકલીફોને દઈ તાલી

લઈ શિખામણ આગે બઢ

વર્તમાનમાં...


ભવિષ્ય ભાખવું છોડી દઈ

રોજ નવું તું શીખ્યા કર

આજદિનમાં આનંદ કર

વર્તમાનમાં...


ભૂતભાવિને એક કરી લઈ

સઘળું ચિત્ત પરોવી દઈ

જીવનદીપ દીપાવ્યા કર

વર્તમાનમાં...


મળ્યા ફળને મેલી દઈ

મળવાના જે ભૂલી જઈ

તું કીધા કામમાં કૂદી પડ

વર્તમાનમાં વર્ત્યા કર,

તું વર્તમાનમાં વર્ત્યા કર.


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar gujarati poem from Inspirational