વરસતા વરસાદની યાદ આવી ગઈ
વરસતા વરસાદની યાદ આવી ગઈ


વરસાદના મોસમમાં ચ્હાની ચુસ્કી લેતા એક વાત યાદ આવી ગઈ,
સુંદર હતી એ ક્ષણો કેવી એજ સ્મરતા હૃદયથી લાગણીઓ છલકાઈ ગઈ,
ઘૂંટણિયે ભરાતા પાણીમાં સ્કૂલ જવાની મજા,
ઓફિસેના કામનું દબાણને ટ્રેનનાં ધક્કા વચ્ચે ભૂલાઈ ગઈ,
મિત્રો સાથે ભીંજાવાની મસ્તી ને ગરમ ગરમ જમવાની મજા,
ઠંડો લહેરાતો પવન ને ગાજતી વીજળીની ગર્જના,
આજના ઘોંઘાટિયા વાતાવરણમાં ક્યાંક ખોવાઈ ગઈ,
છબ છબ કરતા ને ભીંજતા ઘરે જવું કે મિત્રો સાથે ગપ્પા મારવા,
પૈસા મેળવાની ને આજે નહીં પણ પછી મળીશું ના વ્યસ્ત જીવનમાં વિસરાઈ ગઈ,
એવી તો કૈક યાદો અનેરી છે આ વરસાદની,
જે આજે કમ્પ્યુટર, મોબાઈલ ને લેપટોપમાં ભૂલાઈ ગઈ,
લખવું તો ઘણું છે મારે આ યાદો વિષે,
પણ જેમ સમુદ્રમાં ઊંચા મોજા ઉછળે એમ,
હૃદયમાં લાગણીઓના મોજા ઉછળતા,
અશ્રુના વરસાદથી મારી ડાયરી ભીંજાઈ ગઈ,
વરસાદના મૌસમમાં ચ્હાની ચુસ્કી લેતા એક વાત યાદ આવી ગઈ,
સુંદર હતી એ ક્ષણો કેવી એજ સ્મરતા હૃદયથી લાગણીઓ છલકાઈ ગઈ.