વર્ષો આગમન
વર્ષો આગમન


મેઘ કાળો છાયો ને કાળુ વાદળ વરસી ગ્યું
પાણી પાણી થઈને આંગણે આવી પૂછી ગ્યું
મેઘો ગગડે વીજ ચમકારે રોશની કરી
ચમકારે ધબકારે લાગે તેજ આપી ગ્યું
રૂખી સુખી હતી ધરા સૂર્ય તાપે તો તપતિ
જ્યાં ત્યાં ડુંગર ખેતરે લીલું ઘાસ ઉગી ગ્યું
પશુ, પંખીડા, પ્રાણીઓ, હર્ષથી રમણે ચડે
જાણે આકાશ તેનું સ્વર્ગનું સુખ રચી ગ્યું
નદી નાળાઓ ઉભરાઈ તરબૉળ તો થયા
જાણે સાગર જળ ઘર બદલી આવી ગ્યું
મેઘો, મેઘો, બનીને વર્ષે સુખ સાગર બને
તોફાન બની વર્ષે, લાગે ધરા પર જચી ગ્યું