Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Minakshi Jagtap

Drama

4.0  

Minakshi Jagtap

Drama

વર્ષાની રાહ

વર્ષાની રાહ

1 min
216


મળે વિસામો, ધગધગતા અગન વર્ષાથી,

કર કરામત થાય ઠંડક અહેસાસથી,


જીવ બળે તાપમાં રુંધાય શ્વાસ મારો,

થાય આગમન વર્ષાનું થશે હાશકારો,


ચાતક, મોર જેમ રાહ તાકતા બુંદની,

વસંતે ગાતી કોયલ વાટ જુએ જલકણની,


મીટ માંડતા ખેડૂતો ભીંજવવા ધરાને,

ઉપર જોતા, વાદળો જાય પરાણે,


મેઘધનુષ્યના રંગો જોવા બાળ થનગને,

છલકાવા સરોવરો જલબિંબ થાય ઝરણે,


ભડ ભડ સળગી રહ્યું આ વદન ધરાનું

નિર્જન વનમાં શબ્દ ના સાંભળે રુદનનું,


સૂરજને કહેતો દરિયો પણ મૂંઝાઈ ગયો,

શું કરે મૌન રાખી બાષ્પ બની વહી રહ્યો,


ના કર નખરા બતાવ સૌંદર્ય હૈયાનું,

જરા રાખ માન ધરતી પુત્રોના વિનંતીનું.


Rate this content
Log in

Similar gujarati poem from Drama