STORYMIRROR

શૈમી ઓઝા "લફ્ઝ"

Inspirational Others

4  

શૈમી ઓઝા "લફ્ઝ"

Inspirational Others

વર્ષાના ઓવારણાં

વર્ષાના ઓવારણાં

1 min
242

વર્ષાના આગમન થયાં,

ઝરમર ઝરમર વર્ષે મેઘ,

વીજળી ને વાદળીઓ

કેવા ઓવરણાં લેતી,

ચાલો ભેરુડા,

વર્ષા વધાવા જઈએ પ્રેથી.


ઘરતી માના સંતાનો એ બહુ ગ્રિષ્મ કેરા,

કોપ સહ્યાં, લોકોની પ્રાર્થના ફળી,

ખૂણે ખૂણો આનંદના આંસુડે ભિંજાય,

મેઘરાજાની મેરે લોક દિલ હરખાય,

ચાલો મારા ભેરુડા

વર્ષા વધાવા જઈએ પ્રેમથી


ધરતી મા આજે લીલુડા પાનેતરે સજી,

આજે ધરતી અને વર્ષાના મિલન થયાં,

ચાલો મારા ભેરુડા

વર્ષા વધાવા જઈએ પ્રેમથી.


આજે ઓતર દખણ વરસી ગયાં,

મેઘરાજા એ માંડયા મંડાણ,

આજે આવ્યો ઘરતીનો વાલિડો,

ચાલો મારા ભેરુડા

વર્ષા વધાવા જઈએ પ્રેમથી.


આજે દેડકાઓ મજાથી ગાતા,

માતેલ મોરલા કેવા ઝુમતા મજાથી,

આજે ભુલકા ઓ કેવા હરખાતા,

ચાલો ભેરુડા

વર્ષા વધાવા જઈએ પ્રેમથી.


આજે સોના સમી માટી મહેકી,

ચાલો આ નજારો નિહારીએ આનંદે,

એક એક બુંદ નયનો ને દિલ ઠારે, 

ભેરુડા ભિંજાઈએ મન મુકી 

ચાલો મારા ભેરુડા

વર્ષા વધાવા જઈએ પ્રેમથી.


આજે પ્રેમીઓની મોસમ આવી,

બે યુવાન હૈયાનો વિરહ ખતમ થયો,

બે હૈયાના મિલનની શુભ ઘડી આવી,

ચાલો મારા ભેરુડા

વર્ષા વધાવા જઈએ પ્રેમથી.


તરસતા દિલની આજે તરસ છિપાઈ,

વિરહ આપને ફળ્યાં,

આજ પ્રેમ મોસમ આવી છે,

ચાલો મારા ભેરુડા

વર્ષા વધાવવા જઈએ પ્રેમથી,


ખેડુઓના હૈયે હરખ ન સમાયો,

આજે ભારે પરિશ્રમે ખેતર લીલુડા થયાં,

ચોતરફ પાણી પાણી થાય,

ચાલો મારા ભેરુડા

વર્ષા વધાવા જઈએ પ્રેમથી.


આજે ચોતરફ આંનદ છવાયો,

મેઘરાજા એ મહેર કરી

હાલો મારા ભેરુડા

વર્ષાને વધાવા જઈએ પ્રેમથી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational