STORYMIRROR

SHEFALI SHAH

Drama

3  

SHEFALI SHAH

Drama

વરસી જા તું

વરસી જા તું

1 min
370

વરસી જા તું... વરસી જા તું,

વાદળ બની આ વરસાદમાં,

ચાતકની જેમ હૈયું દેખે તારી વાટ, આ વરસાદમાં.


જોને પેલો મોરલિયો ટહુકીને કરે પોકાર,

મારું પણ દલડું કરે તને એવો સાદ, આ વરસાદમાં.

ઠંડો પવન ભલે તનને સ્પર્શીને પુલકિત કરે,

પણ રોમરોમ તો તને જ ઝંખે, આ વરસાદમાં.


ગાજવીજ સાથે વરસે છે પેલા વાદળ,

એવો જ તું અંગ અંગ પર વરસ, આ વરસાદમાં.

ભીંજાઈ ગયું છે મારું આખુંય તન,

પણ તને તરસે મારું મન, આ વરસાદમાં.

સોળે કળાએ ખીલી ઉઠી છે ધરાતલ,

એમ જ મારે ખીલવું તારા સંગ, આ વરસાદમાં.


Rate this content
Log in

Similar gujarati poem from Drama