STORYMIRROR

Jashubhai Patel

Inspirational Romance

3  

Jashubhai Patel

Inspirational Romance

વરસાદને વચમાં લાવશો નહિ

વરસાદને વચમાં લાવશો નહિ

1 min
14.2K


વરસાદને વચમાં લાવશો નહિ

ખોટા બહાનાઓ કાઢશો નહિ


ઇચ્છા પલળવાની હોય તમને

કોરા રહેવાનું વિચારશો નહિ


જાણું છું ટેવો જૂની તમારી

કરશો ગમે તે પણ ફાવશો નહિ


સઘળુંં તમારૂં આ છે કહીને

અમને કદી આમ ફસાવશો નહિ


અમને ખબર છે , નફરત કરો છો

ચુંબન કરી પ્રેમ જતાવશો નહિ


આજે અમે જઇશું દૂર તમથી

'સોરી' કહી અમને મનાવશો નહિ


છેલ્લી સલામ તમોને છે 'જશ' આ

અમને કહી એવું , બનાવશો નહિ


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational