વરસાદી વાયરા ગમતા
વરસાદી વાયરા ગમતા
વરસાદી વાયરા ગમતા….
ઝરમર ઝરમર સપનામાં આવી રમતા
સહિયર મોરી વરસાદી વાયરા ગમતા
ટહુકાવે મોરલા નચાવે દલડાં
હરખાવે હૈયાં ગાલનાં ફોરણાં
હળવેથી પૂછું કેમ રે છેડતા…
સહિયર મોરી વરસાદી વાયરા ગમતા
કોણ રે તરસે રીમઝીમ વરસે
વિના ઝાંઝરે છબ છબ રણકે
કેમ છૂપાવું રે શરમ શેરડા….
સહિયર મોરી…..વરસાદી વાયરા ગમતા
આવો રે સહિયર દેવાને તાલી
ઝબૂકે વીજ ના આજ ખાલી
ભીંના વાને ગીતડાં મસ્ત ઝરતાં....
સહિયર મોરી……વરસાદી વાયરા ગમતા.

