Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ramesh Patel (Aakashdeep)

Inspirational Others

4.0  

Ramesh Patel (Aakashdeep)

Inspirational Others

વરસાદી મોસમ

વરસાદી મોસમ

1 min
247


ચાલને હું ને તું, થોડા સ્નેહે વરસીએ

ને ઓલા વરસાદને હસીને પૂછીએ,


અલ્યા મેહુલા કહેને અમને -

તારા જેવું વરસતાં આવડ્યું કે નહીં ?


ભાવે ભીંજાવું ને ભીંજાઈ અંતરે ખીલવું

નયનોમાં જોને વરસે રે નેહ

તારી સરવાણીએ રમે મન મસ્તી

લાગણીઓના છે મીઠડા રે મેહ,


ખુદ અમે ભીંજાયેલાને ભીંજવ ઓ મેહુલા 

કે લાગે એ મીઠડા સરપાવા 

જેમ ઝીલી તને સરિતાનું જોબનિયું ખીલતું 

અમને દે ને ખીલવાના લ્હાવા


ઘનઘોર આભલે, વાયરાને વાવટે 

ગાજ ગાજ આજે ઓ શામળા 

અંતરના છાપરે ટહુકે મન ઓરતા 

થનથન નાચે માણીગર મોરલા,


ધરતીને બાથવા કેવો છૂટે તું આભથી 

મ્હેંકે આ પહેલા મિલનની વારતા 

મારા ગોરા તે ગાલે પથરાય ભીંનાશું 

ગમે શરમથી નીતરવું ઝૂમતાં,


વરસાદી મોસમની સૂણજો વાત બધી મીઠડી 

સાથે પલડે એ માણે ઝબુકતી વીજળી.(૨)

રમેશ પટેલ(આકાશદીપ)


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational