STORYMIRROR

Drsatyam Barot

Inspirational Others

3  

Drsatyam Barot

Inspirational Others

વૃક્ષોની આરતી ઉતારો

વૃક્ષોની આરતી ઉતારો

1 min
25.9K


વૃક્ષો છે ધરતીનાં અવતારી દેવો,

વૃક્ષોની આરતી ઉતારો રે


વૃક્ષોનુ ગામ હોય, વૃક્ષોનું રાજ હોય,

સૌના રે દિલમાં વૃક્ષોનું ધામ હોય,

એવી આ ધરતી બનાવો રે.


ફૂલો આપે છે ને ફળો આપે છે,

સૌને એ મીઠી છાયા આપે છે,

આપે છે દિલનાં વરદાનો.


કેવો મોટો આ વડલો ઊભો છે,

જાણે જટાળો શંકર ઊભો છે,

હે તમે ભેગાં મળીને ગુણ ગાઓ રે.


હરિને ગમતું પીંપળાનું ઝાડ છે,

કણકણમાં એની પ્રિતનો ધબકાર છે,

હે તમે વેદ ઋચાઓ ગાઓ રે.


લીલો આ લીંમડો રોગનું નિદાન છે,

કડવાં તો વેણ એનાં અમૃતની ધાર છે,

સૌને નિરોગી બનાવો રે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational