વ્રજ માં ધુળેટી
વ્રજ માં ધુળેટી
કેસૂડાંના રંગે રમે રે...
કાનજી વ્રજ માં ધુળેટી...
મહા વદ આઠમથી,
હોળી ખેલ રમાય રે...
વ્રજમાં ધુળેટી...
સંધ્યાની વેળા થાય,
રાળ ને આરતી થાય...
રાધિકાજી સંગે રમે રે...
કાનજી વ્રજમાં ધુળેટી...
ગોપી ને ગોવાળો એ,
પિચકારી ભરી છે...
કેસરને યમુનામાં ઘોળી,
ડોલ - ડોલ ભરી છે...
રંગાણી ચૂંદડી ધોળી રે...
વ્રજ માં ધુળેટી..