Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Inspirational Others

4  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Inspirational Others

વરદાન

વરદાન

1 min
232


ભીડમાં પણ ભીતરની સ્થિતિને એક સમાધાનમાં ફેરવી નાખ,
એકલતાના અભિશાપને એકાંતના વરદાનમાં ફેરવી નાંખ !

સમયના પ્રહારોથી ભલે થાય તૂટી ફૂટી આશાઓની વણઝાર,
હૈયામાં હામથી હારેલી ઈચ્છાઓને જીતના વરદાનમાં ફેરવી નાંખ !

જાતને હોમી દે એકવાર તું પરસેવાથી પરિશ્રમની અગ્નિમાં,
કર્મ થકી હસ્તરેખાઓને સફળ વરદાનમાં ફેરવી નાંખ !

થશે હરિફાઈનો હર રાજમાર્ગ લોહીથી લથપથ સૌ કોઈનો,
સૂની કેડીઓને પ્રારબ્ધના પગલાંથી વરદાનમાં ફેરવી નાંખ !

અતીતમાંથી નીકળેલા દ્રશ્યો ખુલ્લી આંખે સર્જી રહ્યા ભાવિ સ્વપ્નો,
વર્તમાન ક્ષણના અવસાદને સ્મિતથી વરદાનમાં ફેરવી નાંખ !

'પરમ' પીડામાંથી પ્રગટે આનંદ આઠો પ્રહર અમથો અમથો,
મારા આ 'પાગલ'પનને પ્રભુ તારા પરમ વરદાનમાં ફેરવી નાંખ !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational