વફાદાર
વફાદાર


નિજ જાતને ઉજાસવા તું રહેજે વફાદાર,
હરિ નજરમાં હીરો બનવા તું રહેજે વફાદાર,
પડછાયો પણ સાક્ષી પૂરે નિજના કર્મનો,
નિજ કર્મને ચમકાવવા રહેજે વફાદાર,
પશુ હોવા છતાં પણ કર્તવ્ય પથ પર અડગ છે,
બટકુ રોટલાની પણ કિંમત સારવા રહેજો વફાદાર,
આભ, ધરા ને હૃદયે વસેલ આતમ દીપ,
સદા પોસી રહે આપના તન મનને,
એમના પણ કણને પુલકિત કરવા રહેજો વફાદાર,
મા-બાપ બાળને પોષે કોઈપણ અપેક્ષા વિના,
ઋણ ન ચૂકવી શકીશું ક્યારેય,
પણ એમના રોમેરોમને
પુલકિત કરવા રહેજો વફાદાર.