વંદનીય રહી છે સ્ત્રી
વંદનીય રહી છે સ્ત્રી
સર્જન અને નવસર્જનની પ્રક્રિયાનો,
મૂલાધાર રહી છે સ્ત્રી,
‘ઇવ’ થી શરૂ થયેલી યાત્રાનો,
અભિન્ન હિસ્સો રહી છે સ્ત્રી,
હો ગમે તેટલો શક્તિશાળી પુરુષ,
ઉર્જાનો મૂળ સ્ત્રોત રહી છે સ્ત્રી,
સતયુગ હોય કે કળયુગ,
હરયુગમાં વંદનીય રહી છે સ્ત્રી !
