વંદન શ્રી ગણેશજીને
વંદન શ્રી ગણેશજીને


વંદન શ્રી ગણેશજીને,
ભીડ પડે ત્યારે ભક્તિ કરે,
શ્રી ગણેશજી સૌને ગમે,
આજ આવ્યો છે, પવિત્ર પર્વ,
આનંદથી ઉજવો, હવે આપ સર્વ,
સુખ માં સૌ પ્રભુને ભૂલે,
તોય પ્રભુ ના સૌને ભૂલે,
ભીડ પડે ત્યારે ભક્તિ કરે,
શ્રી ગણેશજી સૌને ગમે,
નાના નાના મોદક ગમે,
બુંદીનો લાડુ, ગણેશ ને ચડે,
સંયમ, ધીરજનું જ્ઞાન મલે,
ગણેશને જો સૌએ ભજે,
ના અહિત એ કોઈનું કરે,
દુષ્ટોને એ પ્રેમથી વશ કરે,
મંગલ કાર્ય જો શરૂ કરે,
ગણેશજીને પ્રથમ વંદન કરે,
નાના મોટા સૌને ગમે,
બાલ ગણેશ પણ બાળકોને ગમે,
ઉંદર એમનું વાહન બને,
ઉદ્યમનું એ પ્રતીક બને,
ગણેશજીનું સ્મરણ કરે,
ઈશ્વરની પૂજાનો આરંભ કરે,
ભીડ પડે ત્યારે ભક્તિ કરે,
શ્રી ગણેશજી સૌને ગમે.