વમળ
વમળ
હંકારી ગયા અમે વર્ષો,
વિશ્વાસને આગળ ધરીને
સપનાઓને સંકોરીને અમે.
હદયના ખૂણે ઢબૂરી દીધા
એષણાઓને સમજણના
પગથારે અમે સમજાવી લીધી
ફરજને આગળ ધરીને
જીવતા શીખી ગયા પણ આખરે
આવ્યું બવંડરને મૂળ સોતા.
વિસ્તીર્ણ કરી ગયું 'વમળ'
આખરે ભૂતકાળનું 'દિશા'
અમને આખરે ભરખી ગયું.