STORYMIRROR

Author Sukavya

Romance Classics

4  

Author Sukavya

Romance Classics

વળાંક લેતો સમય

વળાંક લેતો સમય

1 min
489

ચાલને રોજનું કામ થોડું બાજૂ પર મૂકી, ને હાથમાં હાથ નાંખી ફરી લઈએ,


વર્ષો વિત્યા છે નજર મળે, ચાલ ને ફરીથી આંખોમાં આંખો નાંખી વાત કરીએ,


બહુ છબી બનાવી લોકોએ સારી ને ખોટી, ચાલ આપણા સંબંધની એક નિર્દોષ છબી બનાવીએ,


રોજ રોજ સુકાવ્યામાં સતવચનો ને સુવિચારથી સલાહ મૂકી ચાલ આજે દિલનો ખજાનો ખોલીયે,


બહું કર્યા આંખોથી ઈશારા, ચાલ આજે રૂબરૂ મળીને શબ્દોનો ભંડાર ખોલીયે,


બહું છુપાયુ ઘણું બધુ એકબીજાથી, ચાલ આજે સાથે બેસી સુખની મજા માણી લ​ઈએ,


નહી મળે અવસર આવો, ચાલ દરેક અવસર ને ન​વી જીંદગીની જેમ જીવી લઈએ,


બીજાની વાતો ને મૂકી, ચાલ થોડી ભૂતકાળની યાદોને તાજી કરીએ,


બંધ આંખોએ બહુ જોયા સપનાં, ચાલ સાથે મળી થોડાં સપનાં સાકાર કરીએ,


સાત ફેરે વચનો સાત આપ્યાં, ચાલ ફરીથી એક ફેરો અતૂટ પ્રેમનો ફરીએ,


વિતેલા સમય ને યાદ કરી ફરીથી એક વળાંક ન​વા સમયનો લ​ઈએ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance