STORYMIRROR

Manishaben Jadav

Romance Tragedy Inspirational

4  

Manishaben Jadav

Romance Tragedy Inspirational

વિયોગની રાત

વિયોગની રાત

1 min
281

ઉનાળાએ ભર્યા ઉચાળાને બેઠી વરસાદી વાત

આભે મેહ ગરજે ને વ્હાલમ સંગ વિતે એ રાત

હે વ્હાલમજી...! તું ને તારા વિયોગની વાત મને કપરી,


મિલનની હતી એ અનોખી કાજળઘેરી રાત

તારા સાથની એ રંગીન મિજાજની અનોખી વાત

હે વ્હાલમજી... ! તું અને તારા વિયોગની વાત મને કપરી,


મન મૂકીને જ્યારે વરસી'તી એક વાદળી

તુજ સંગ ભીંજાણી'તી મારી એ આંખડી

હે વ્હાલમજી...! તું અને તારા વિયોગની વાત મને કપરી,


વીતી ગઈ એ વરસાદની અણમોલ રાતલડી

તારી યાદમાં જોને રુએ આ મારી આંખલડી,

હે વ્હાલમજી...! તું અને તારા વિયોગની વાત મને કપરી,


કોને કહું મારા નસીબ કેરી દુઃખભરી વાતલડી

વ્હાલમ સાથેની મીઠી વાતલડી કરવા જોઉં વાટડી,

હે વ્હાલમજી...! તું અને તારા વિયોગની વાત મને કપરી.


Rate this content
Log in

Similar gujarati poem from Romance