વિયોગ
વિયોગ
તમારા વિયોગમાં ન જાણે કેવા હાલ થયા,
કોઈક તો મર્યા ને જીવ્યા એ બેહાલ થયા.
મન મારું કરમાય એ સમજાય એવી વાત છે,
ફુલોના કરમાવાથી બગીચામાં બબાલ થયા.
મન મારું મૂરઝાય તારા વિના એ માની લીધું,
દિવાના બુઝાવાથી ઉજાસ ચિંથરેહાલ થયા.
તમારા વિયોગમાં અમે તો લૂંટાવી બેઠા સર્વસ્વ,
તમારી ખબર નહીં તમે કેટલાં માલામાલ થયાં !
તમારી હાલતનો જવાબ આવશે એની ખબર નથી,
અહીં અમારી હાલત પર રોજ નવા સવાલ થયા !
