વિશ્વ પુસ્તક વિદ્યાનું
વિશ્વ પુસ્તક વિદ્યાનું
આશા જ્ઞાનનું હું રે દીપક, શ્રધ્ધા જ્યોત જગાઉં ગાંધી બાપુ કહેતા મને, રત્ન ઝવેરાત કરતાં સવાયું.
પુસ્તક છું મહાવિદ્યાનું, સાંભળજો વાત કહું રે શાણી લૂંટાવું ભાષાનો વૈભવ ખજાનો, ઉપનિષદી જ્ઞાનની વાણી,
કોઈ કહે અરીસો અંતર મનનો, જુઓ જાતને નાણી સુદર્શન મંથન વાંચન યુગી, વાત જ જગકલ્યાણી
જીવન ઘડતરનું અભિન્ન અંગ હું, ઉત્તમ દસ્તાવેજી લાગણીઓનાં ઝરણાં મંગલ, પ્રાથો તો પ્રભુજી રાજી,
અમન -યુધ્ધ, સંત લૂંટેરા, મમ પાને કથની સ્વકામણ જીવવું તો જગ માટે, નિત દઉં હું વૃક્ષી શિખામણ,
હું ભાષાનો વૈભવ ખજાનો, પારસમણિ ને અમૃતા ઉત્તમ પુસ્તક છે જ મિત્ર,શ્રેયી પથ દર્શક સર્જકતા,
વાંચો વિચારો ને રમો અંતરમાં, ભીતરના ભેદો ખોલોમન થાય ચાંદની, વિરાસતે કૃપા સાગરની લહેરો.
