STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Romance

4  

Dhanjibhai gadhiya "murali"

Romance

વિશ્ચાસ

વિશ્ચાસ

1 min
322

ભુલવા માંગુ છુ તુજને સાજન હું,

તુજને કદી પણ ભુલી શકતી નથી,

દૂર રહેવા ઈચ્છુ છું મારા સાજન, 

તારો ચહેરો નજરથી હટતો નથી.


એક સમયે તુજ વિના સાજન હું,

તડપ્યાં વિના કદી રહી શકી નથી,

નફરત કરૂં છું હવે તુજને સાજન, 

તુજ પર હવે વિશ્ચાસ રહ્યો નથી.


બદલાયેલો તું લાગે છે સાજન હું,

તુજને હજી ઓળખી શકી નથી,

હર ધડી રંગો બદલે છે તું સાજન,

હવે વફાદારી તુજમાં દેખાતી નથી.


દિલમાં તુજને વસાવીને સાજન હું,

સાથ તારો મેં કદી પણ છોડ્યો નથી,

દગો કર્યો છે મુજને પ્રેમમાં "મુરલી",

તુજને મારા પ્રેમની કોઈ કિંમત નથી.


Rate this content
Log in

Similar gujarati poem from Romance