STORYMIRROR

Nardi Parekh

Abstract

3  

Nardi Parekh

Abstract

વિરહની વેદના

વિરહની વેદના

1 min
204

મનમોહન તારી યાદ આવે,

ને મન મારું મૂંઝાય છે,


ડગલે પગલે નજરે આવે,

ને અંતરિયુ અકળાયે છે,


એવું દર્દ વિરહનું ઉમટે છે,

વરસે અશ્રુ સાગમટે છે,


દિલ ગીત વિરહના ગાયે છે,

ને મન મારું મૂંઝાય છે,


શાને શામળિયા તડપાવે,

મળવાને કાજે ના આવે,


પદ પદ પર શીદને સતાવે છે,

ને મન મારું મૂંઝાય છે,


ભવભવ કેરી પ્રીતડી જાગી,

અવર્ણનીય તારી લેહ લાગી,


'નંદી'ને કંઈ કંઈ થાયે છે,

ને મન મારું મૂંઝાય છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract